Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

મકનસરમાં 'હિટ એન્ડ રન':પગપાળા જઇ રહેલા અર્જુનનું વાહનની ઠોકરે મોત

રાજકોટ તા. ૨૪: મોરબીના મકનસરમાં સરતાપર ચોકડી નજકી તુલસી પેટ્રોલ પંપ સામે રહેતાં ઓગણીસ વર્ષના યુવાનનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

અર્જુન વિક્રમભાઇ અડાઇન (ઉ.વ.૧૯) સાંજે મકનસર ચોકડી પાસે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. 

(11:48 am IST)