Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સુરેન્દ્રનગરમાં રેશન ખાદી ઉત્પાદન પ્લાન્ટનું ડો.મહેન્દ્રભાઇ મુંજપરાના હસ્તે ઉદ્ઘાટન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૪: સુરેન્દ્રનગર ખાતે મહાવીર ખાદી ગ્રામ ઉદ્યોગ ટ્રસ્ટ ,વઢવાણ સંચાલિત રેશમ ખાદી અને રેશમ યાર્ન ઉત્પાદન પ્લાન્ટનુ ઉદ્દઘાટન રાજયમંત્રી, મહિલા અને બાળ વિકાસ અને આયુશ મંત્રી મહેન્દ્રભાઈ મુજપરાના વરદ હસ્તે કરવામા આવ્યુ હતું.

સંસ્થાના વ્યવસ્થાપક કરશનભાઈ જાદવ દ્વારા સ્વનિર્ભર ભારત અભિયાન અંતર્ગત રેશમ ખાદીના ક્ષેત્રમા રોજગારીની ઉજળી તકો ઊભી થશે એવો આશાવાદ વ્યકત કર્યા. આ પ્રસંગે ધારાસભ્ય  ધનજીભાઈ પટેલ, જગદીશભાઈ મકવાણા, શંકરભાઈ વેગડ, વીરેન્દ્રભાઈ આચાર્ય, અનિરૂધ્ધસિહ પઢિયાર, સુરેન્દ્રનગર નગરપાલિકાના પદાધિકારીઓ,જિલ્લાની ખાદી સાથે સંકળાયેલી સંસ્થાના પ્રતિનિધિઓ,સામાજિક અને રાજકીય અગ્રણીઓની હાજરીમા યોજાયેલ હતો.ત્યાર બાદ માતૃભૂમિ રેશમ ખાદી સંસ્થાના સંચાલક શ્રી મોતીલાલ વાદ્યેલાની સંસ્થાની સો મહાનુભાવોએ શુભેચ્છા મુલાકાત લીધી .આ કાર્યક્રમનું સંચાલન અમૃતભાઈ મકવાણાએ કર્યું હતું. 

(11:47 am IST)