Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ઉપલેટાના સોના-ચાંદીના વેપારીઓએ એચ.યુ. આઇ.ડી.ના કાયદાના વિરોધમાં સજ્જડ બંધ

ઉપલેટા : કેન્દ્ર સરકાર દ્વારા એચયુઆઈડીનો કાયદો લાગુ કરતા અને આ કાયદાની ઝંઝટ ભરતી પ્રક્રિયા સામે કોઈ પણ પ્રકારની રાહત ભાગવાની તૈયારી ના દર્શાવતા ઉપલેટા સોના-ચાંદી એસોસિયેશન દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખી મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. આ અંગે ઉપલેટા સોના-ચાંદી એસોસિએશનના પ્રમુખ અમિતભાઈ શેઠ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા જે એચયુઆઈડીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે જેનાથી નાના-મોટા ધંધાર્થીઓને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવામાં આવશે જેથી કરીને તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર આ કાયદાને પરત ખેચે એવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.આ તકે ઉપલેટા સોના ચાંદી  એસોસિયેશનના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર : અહેવાલ : ભરત દોશી, ઉપલેટા) 

(11:46 am IST)