Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

જામકંડોરણાના સોડવદર બધીયા ગામે જુગારના દરોડાઃ ૧૨ મહિલા સહીત ૧૮ પતાપ્રેમી પકડાયા

જામકંડોરણા પોલીસે સોડવદરગામે ૧ર મહિલા અને રૂરલ ક્રાઇમ બ્રાંચે બંધીયા ગામે ૬ શખ્સોને પતા ટીંચતા ઝડપી લીધા

તસ્વીરમાં બંધીયા ગામે જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. 

રાજકોટ, તા., ૨૪: જામકંડોરણા પોલીસે સોડવદર ગામે રેઇડ કરી જુગાર રમતી ૧ર મહિલા અને રૂરલ ક્રાઇમ બ્રાંચે બંધીયા ગામે જુગારના અખાડા ઉપર દરોડો પાડી ૬ પતા પ્રેમીઓને ઝડપી લીધા હતા.

જામકંડોરણાના સોડવદર ગામે ન્યુસૈનિક પાન સામે રમાતો હોવાની બાતમી મળતા જામકંડોરણાના પો.કો. સંજયભાઇ બોરીચા સહીતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા ભાનુબેન ગોવીંદભાઇ ભાલોડીયા, સુમીતાબેન રમેશભાઇ કણસાગરા, ભાવનાબેન ધીરજભાઇ ઉર્ફે ધીરૂભાઇ બાબુભાઇ આલોદરીયા, મયુરબા ઉર્ફે માયાબા પ્રવિણસિંહ જાડેજા, રૂદ્રીબેન ઉર્ફે રૂડીબેન બાવનજીભાઇ ખાંભલા, મનીષાબેન શૈલેષભાઇ ભાલોડીયા,રંજનબેન નાથાલાલ આલોદરીયા, મનીષાબેન રાજેશભાઇ ઝાલાવડીયા, ગીતાબેન મુકેશભાઇ ઉજીયા તથા ગીતાબેન રાજેશભાઇ આલોદરીયા રે. તમામ સોડવદર તેમજ નીતાબેન રમેશભાઇ વસાણીયા રે. કરમાળ કોટડા તા.ગોંડલ અને સોનલબેન પ્રવીણભાઇ ડેડકીયા રે. અજુરડાને રોકડા રૂ. ૧પ૭૩૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં જામકંડોરણાના બંધીયા ગામની સીમમાં હરસુખ ખીમજીભાઇ બગડાની વાડીએ ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહીલ તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડીમાલીક હરસુખ બગડા, ઋતુરાજસિંહ ઉર્ફે ભોલો જયુભા ચૌહાણ રે. આંચવડ સંજયસિંહ રતુભા જાડેજા ે. જામકંડોરણા, નીરવ હરેશભાઇ આડતીયા રે. જામકંડોરણા, દિગ્વીજયસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા રે.જામકંડોરણા તથા ધીરૂ ડાયાભાઇ પરમાર રે. જામકંડોરણાને રોકડ રૂ. ૩૦૪પ૦, ૬ મોબાઇલ તથા બે બાઇક મળી કુલ ૧,૪૪,૪પ૦ના મુદામાલ સાથે પકડી પાડી જામકંડોરણા પોલીસને હવાલે કર્યા હતા.

 આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. શકિતસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, પો.કો. દિવ્યેશભાઇ સુવા તથા કૌશીકભાઇ જોષી સહીતનો જોડાયો હતો.

(11:46 am IST)