Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

જસદણમાં શાકભાજી સસ્તા થયાં

જસદણઃ કઠોળ અને ખાદ્યતેલોમાં ભલે રાડ બોલી ગઈ હોય પણ લીલા શાકભાજી સસ્તા ભાવે બજારમાં વેચાતા ગૃહિણીઓને થોડી રાહત થઈ છે. થોડા સમય પહેલા શાકભાજી ખરીદવા માટે પાકીટ ખાલી થઈ જતું ત્યારે માંડ માંડ થેલી શાકની ભરાતી હતી હવે ફકત ફુલાવર અને કોબીને બાદ કરતા ફકત પચાસ રૂપિયામાં લીલા શાકભાજીની થેલી ભરાતા લોકોમાં રાહત છે. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી)

(11:45 am IST)