Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

રાદડીયાએ રક્ષાબંધનનો તહેવાર રાજકોટ કન્યા છાત્રાલયે ઉજવ્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : રાજય સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ રક્ષાબંધનનો તહેવાર લેવા પટેલ કન્યા છાત્રાલય રાજકોટ ખાતે અભ્યાસ કરતી રહેતી વિદ્યાર્થીનીઓ સાથે ભાઈ-બહેનના પ્રેમ સાથે રક્ષા બાંધી ને ઉજવ્યો હતો. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે લેઉઆ પટેલ કન્યા છાત્રાલય-રાજકોટની દીકરીઓ દ્વારા સંસ્થાના પ્રમુખ અને યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયાને રાખડી બાંધીને ઉજવણી કરવામા આવી હતી આ પ્રસંગે લેઉવા પટેલ કન્યા છાત્રાલય રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ તેમજ કન્યા છાત્રાલયની દીકરીઓ સાથે રહી હતી.

(11:45 am IST)