Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

હોલમાર્ક કાયદાના વિરોધમાં જસદણની સોની બજાર બંધ

જસદણઃ સોનાના આભૂષણોમાં ફરજીયાત હોલમાર્કિંગ કરવાના કાયદા સામે આખરે સુવર્ણકારો લડી લેવાના મૂડમાં હોય તેમ દેશભરના સુવર્ણકારો એ બંધ પાડી આ કાયદાનો વિરોધ કર્યો છે. જેમાં જસદણના પણ સોની વેપારીઓ જોડાયા છે અને પોતાના કામધંધા બંધ રાખી બંધના એલાનને ટેકો આપ્યો હતો અને કાયદાના વિરોધમાં દેખાવો પણ કર્યા હતા (તસ્વીર-અહેવાલઃ હુસામુદીન કપાસી-જસદણ)

(11:45 am IST)