Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

નારણકા ગામે સર્પદંશથી ૩ વર્ષની બાળાનું મોત

પીપળી નજીક બાઇક ચાલકને રોકી મારમારી મોબાઇલની લુંટ : પાટીદાર ટાઉનશીપમાં ત્રણ ફલેટમાં ચોરી : મોરબીમાં પાંચ વર્ષની બાળકી સાથે ચેનચાળા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૪: મોરબી તાલુકાના નારણકા ગામે ત્રણ વર્ષના બાળકીને સર્પએ ડંશ મારતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા નારણકા ગામે હિતેશભાઈ પ્રભુભાઈ ગામીની વાડીમાં રીન્કુબેન નાથાભાઈ બામભણીયા (ઉ.૩) ને સર્પએ ડંશ મારતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીની સુધારા શેરીમાં રહેતા વિહારભાઈ વિનયચંદ્ર જોષી (ઉ.૩૨) સિરામિક કારખાનેથી મોટર સાઈકલ લઈને પોતાના દ્યરે જતા દરમિયાન પીપળી ગામના પાણીના ટાંકા પાસે વિહારભાઈ પહોચતા પાછળથી નંબર પ્લેટ વગરના એક કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ તથા બીજું સિલ્વર કલરનું મોટર માં ચાર અજાણ્યા શખ્સોએ આવીને વિહારભાઈનું મોટર સાઈકલ ઉભું રાખવી બાવળની ઝાડીમાં લઇ જઈ ઢીકા પાટુંનો માર મારી લાકડાના ધોકા વડે માર મારી ફરિયાદી વિહારભાઈને જમણા હાથમાં તથા ખભાના ભાગે ફેકચર જેવી ઈજા કરી તથા માથામાં ધોકા વડે માર મારી પેટના ખિસ્સામાંથી એમઆઈ કંપનીનો મોબાઈલ કીમત રૂ.૫૦૦૦ તથા એપલ કંપનીનો મોબાઈલ કીમત રૂ,૧૦૦૦૦ લુટ કરી હોવાની ફરિયાદ વિહારભાઈએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે.

એક ફલેટમાંથી રોકડ, સોનું તો બીજામાંથી ઇમિટેશન જવેલરી ઉપાડી ગયા

ટીંબડી બાયપાસ પાસે આવેલ પાટીદાર ટાઉનશીપમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને પાટીદાર ટાઉનશીપના ત્રણ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં પાટીદાર ટાઉનશીપના એ-ટુમાં ૪૦૧, એ-થ્રીમાં પાંચમા માળે અને પ્રથમ માળે ૧૦૪ નબરના ફ્લેટમાં ચોરી થઈ હતી. આ ત્રણમાંથી એક જ ફ્લેટમાં તસ્કરોને મોટો ધનલાભ થયો છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ એ-થ્રીમાં પાંચમા માળે આવેલા ફ્લેટમાં દોઢ લાખ રૂપિયાની રોકડ અને ૬ થી ૭ તોલા સોનુ તસ્કરો ઉઠાવી ગયા હતા. આ ફ્લેટમાં રહેતા મૂળ મહેસાણાનો પ્રજાપતિ પરિવાર પોતાના વતનમાં રક્ષાબંધન નિમિતે ગયો હતો અને પાછળથી તસ્કરો તેમના બંધ ફ્લેટમાંથી મોટો દલ્લો ઉસેડી ગયા હતા. ઉપરાંત બીજા બે ફ્લેટમાંથી તસ્કરો સોનાના દાગીના સમજીને ઇમિટેશનની જવલેરી ઉપાડી ગયા હતા. આથી આ બન્ને ફ્લેટમાં મોટી રકમની ચોરી ન થઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.

આ બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ દ્યટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. અને કુલ કેટલા મુદામાલની ચોરી થઈ તેનો તાગ મેળવવા હાલ તાલુકા પી.આઇ. ગોઢણીયા સદ્યન તપાસ ચલાવી રહ્યા છે.

અહીંના પરિવારની પાંચ વર્ષની દીકરી રમવા ગયેલ હોય ત્યારે આરોપી સુમિતભાઈ ઉર્ફે બાડો રામશંકર ચોરસીયાએ અશ્લીલ હરકત કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા મોરબી બી ડીવીઝન પોલીસ એકશનમાં રાવ આવી હતી અને નરાધમ શખ્સ સામે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

બે જગ્યાએ જુગાર રમતા ૯ ઝડપાયાં

સિરામિક સીટીમાં જાહેરમાં જુગાર રમતા મનસુખભાઈ છગનભાઈ ભીમાણી, હિતેશભાઈ મગનભાઈ શેરડીયા, મેનાબેન મનસુખભાઈ ભીમાણી, અમીષાબેન હિતેશભાઈ શેરડીયા અને સોનલબેન ચેતનભાઈ ચારોલને રોકડ રકમ રૂ.૭૨૮૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

મહેન્દ્રનગર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમતા અક્ષયભાઈ ઘનશ્યામભાઈ વિડજા, નીતિનભાઈ જયંતિભાઈ કાવઠીયા, રવિભાઈ ત્રિભુવનભાઈ માકાસણા અને મિલનભાઈ જયંતીભાઈ કાવઠીયાને રોકડ રકમ રૂ.૧૪૨૭૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી મોરબી બી ડીવીઝન પોલીસે હાથ ધરી હતી.

એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર શિવમ હોલ પાસેથી આરોપી કોજસ્નીહ ઉર્ફ્વે કવરાજ કિશનસિંહ ભાટી રહે મોરબી કંડલા બાયપાસ રોડ મૂળ રાજસ્થાન અને નરેન્દ્રસિંહ દોલતસિંહ તવર રહે હાલ મોરબી દલવાડી હોટેલ પાસે મૂળ રાજસ્થાન એમ બે ઇસમોને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૭ બોટલ કીમત રૂ ૫૯૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(11:43 am IST)