Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ગીર-સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા એકમનું સન્‍માન

 

 પ્રભાસ પાટણ : ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા કરવામાં આવેલ કામગીરી જેમાં બાળ સુરક્ષાના મુદે બાળકોને અલગ અલગ સંસ્‍થાકીય અને બીન સંસ્‍થાકીય,કાયદાના સંપર્કમાં આવેલ બાળક,તેમજ વિવિધ યોજનાકીય કામગીરી ગામડાના છેવાડાના માનવી સુધી પહોચાડવાની કામગીરી બદલ વહિવટી તંત્ર દ્રારા કામગીરીને બીરદાવીને સ્‍વાતંત્રય પર્વ નિમિતે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. બાળ સુરક્ષા એકમ દ્વારા મુખ્‍ય મંત્રી બાળ સેવા યોજનાના ૨૨-અનાથ બાળકો અને ૧૯૮-એકવાલી વાળા બાળકોનો સર્વે કરી યોજનાનો લાભ અપાવેલ હતો. તે તસ્‍વીર. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(10:55 am IST)