Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અંજારમાં ૬૨ લાખની લૂંટ: આંગડિયા સાથે ભર બજારે લુંટારૂઓ અકસ્માતનું નાટક કરી કાર અને પૈસા સાથે ફરાર

ભુજ :  આજે રાત્રે ૮ વાગ્યે અંજારની ખત્રી બજારમાં લાખો રૂપિયાની લૂંટે ચકચાર સર્જી છે. એન.આર. આંગડિયા પેઢીના માલિક ભાવિન ઠકકરની કાર સાથે બાઈક અથડાવી લુંટારૂઓ કાર સાથે ૬૨ લાખ રૂપિયા લઈ નાસી છૂટ્યા હતા. લુંટારુઓએ અકસ્માત સર્જ્યા બાદ મરચાની ભૂકી આંગડિયા પેઢીના માલિક ભાવિન ઠક્કરની આંખમાં નાખીને લૂંટ ચલાવી હતી. મુખ્ય બજારમાં સાંજે ૭/૩૦ થી ૮ વાગ્યાના અરસામાં ધમધમતા રીંગ રોડ ઉપર બનેલ લૂંટના બનાવને પગલે ચકચાર સાથે સનસનાટી મચી ગઇ છે. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો બનાવન સ્થળે ધસી ગયો છે અને તપાસ હાથ ધરી છે.

(11:09 pm IST)