Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

લાયન્સ કલબ ઓફ માેરબી સીટીના નવા હોદેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો

જુદા-જુદા ક્ષેત્રમાં સેવાના કામમાં ઉમદા યોગદાન આપનાર કર્મવીરોનું સન્માન કરાયું

મોરબી : લાયન્સ કલબ ઓફ માેરબી સીટીના નવા હોદેદારોનો શપથ વિધિ સમારોહ યોજાયો હતો. લાયન્સ કલબ ઓફ માેરબી સીટી ના વર્ષ 2021-22નો શપથ વિધિ સમારોહ લાયન સભ્યોના પરિવારજનો તેમજ સગા-સ્નેહીજનોની ઉપસ્થિતમાં ભવ્યાતિ ભવ્ય રીતે લોર્ડઝ ઈકો ઈન હોટેલ મોરબી ખાતે સંપન્ન થયો હતો.

વર્ષ 2021 -22 ના નવા વરાયેલા પ્રમુખ ટી.સી. ફુલતરીયા, મંત્રી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા તેમજ ક્લબના કેબિનેટના સભ્યોને ઇન્સ્ટોલેશન ઓફિસર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમ.જે.એફ. રમેશભાઈ ઘેટીયાએ શપથ લેવડાવ્યા હતા. તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીમાં નવા જોડાયેલા સભ્યોનું ઇન્ડકસન અને શપથ વિધિ પી. એમ .જે. એફ. વસંતભાઈ મોવલીયા ડિસ્ટ્રિક્ટ ગવર્નર (સોરાષ્ટ્ર, કચ્છ)એ કરાવ્યું હતું.
આ તકે શપથ વિધિ સમારોહમાં ઉપસ્થિત પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પી.એમ.જે.એફ.લાયન ચંદ્રકાન્ત દફતરી, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી મુકેશભાઈ કોંરાટ, રીજીયન ચેરમેન એમ.જે.એફ. રમેશભાઈ રૂપાલા, ઝોન-3 ચેરમેન એમ.જે.એફ તુષાર દફતરી, ઝોન-4 ચેરમેન ધર્મવિરસિંહ જાડેજા દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં સેવાના કામમાં ઉમદા યોગદાન આપનાર કર્મવીરો રોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કોરોનાં વોરિયર તરીકે મીનાક્ષીબેન તૅમજ જીગુભાઈ કાવર, ચંદુભાઈ કુંડારીયા, રમેશભાઈ કૈલા ,પર્યાવરણ પ્રેમી તરીકે મનશુખભાઈ દેત્રોજા, સેવા પરમો ધર્મ તરીકે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું, ડાયાબિટીસના કાયમી પ્રોજેક્ટના માનદ સેવક તરીકે ડૉ.નિલેશભાઈ ભાડજાનું તેમજ વુમન એનપાવરર્મેન્ટમાં રશ્મિકાબેન રૂપાલાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાનજીભાઈ મોરડીયા દ્વારા આભાર વિધિ કર્યા બાદ રાષ્ટ્રીય ગીત બોલી શપથ વિધિ સમારોહ સંપન્ન જાહેર કરવામાં આવ્યો હતો.

(10:37 pm IST)