Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા થેલેસીમિયા નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ મોરબી- નઝરબાગ દ્વારા વિના મુલ્યે થેલેસીમિયા નિદાન કેમ્પ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું સાવસર પ્લોટમાં આવેલ મોઢ બ્રાહ્મણવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં ૫૫ લોકોએ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા, મંત્રી દિનેશ વિડજા, પ્રોજેક્ટ ચેરમેન વિક્રમ દફતરીના માર્ગદર્શન હેઠળ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(10:36 pm IST)