Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સૌરાષ્ટ્ર-કચ્છને જોડતી ટ્રેનો અને મોરબીથી વાંકાનેર-રાજકોટ ડેમુ ટ્રેન મામલે રજૂઆત

સામાજિક કાર્યકરે વડાપ્રધાન અને રેલ્વે મંત્રીને પત્ર લખ્યો

મોરબી વાંકાનેર અને મોરબી રાજકોટ ટ્રેનો બંધ હોય જે પુનઃ શરુ કરવા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી ટ્રેનો શરુ કરવા માટે સામાજિક કાર્યકરે દેશના વડાપ્રધાન અને રેલ્વે મંત્રીને રજૂઆત કરી છે
સામાજિક કાર્યકર જયેશ મકવાણાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે ધાર્મિક સ્થળો અને ઓદ્યોગિક સ્થળો આવેલ છે મોરબીમાં રેલ્વેનું ૨૦૦૦ ની સાલમાં નેરોગેઈઝ લાઈનમાંથી બ્રોડગેઈઝ લાઈનમાં રૂપાંતર થયેલ છે સૌરાષ્ટ્રના પેરીસ મોરબી શહેરમાં ઘડિયાળ, નળિયા અને સિરામિક સહિતના ઉદ્યોગ હોય જેમાં રોજીરોટી માટે પરપ્રાંતીય મજુરો આવતા હોય છે જેથી સૌરાષ્ટ્ર-કચ્છને જોડતી ટ્રેનની સુવિધા આપવા માંગ કરી છે
તે ઉપરાંત મોરબી-વાંકાનેર અને મોરબી-રાજકોટ ટ્રેનો શરુ કરવા માંગ કરી છે જમા જણાવ્યું છે કે મોરબીથી વાંકાનેર અને વાંકાનેર મોરબી વચ્ચે ચાલતી ટ્રેનમાં વચ્ચે આવતા રેલ્વે સ્ટેશનોમાં મજુરોને સગવડતા રહે છે અને વધુ લોકો ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે ખાનગી વાહનોમાં મુસાફરી મોંઘી પડે છે જેથી મોરબી-વાંકાનેર અને મોરબી રાજકોટ ટ્રેન પુનઃ શરુ કરવા માંગ કરાઈ છે.

(10:33 pm IST)