Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

મોરબી સિરામિક સિટીમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા

રોકડ રકમ રૂ.૭૨૮૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી સિરામિક સિટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના સિરામિક સીટીમાં જાહેરમાં જુગાર રમતા મનસુખભાઈ છગનભાઈ ભીમાણી, હિતેશભાઈ મગનભાઈ શેરડીયા, મેનાબેન મનસુખભાઈ ભીમાણી, અમીષાબેન હિતેશભાઈ શેરડીયા અને સોનલબેન ચેતનભાઈ ચારોલને રોકડ રકમ રૂ.૭૨૮૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મો

(10:26 pm IST)