Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

મોરબીના હરિપર-કેરાળા ગામે ખેડૂતોનું પ્રદુષણના પ્રશ્ને આંદોલનના મંડાણ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન અને ખેડૂત હિતરક્ષક સમિતિ ગાળા, હરિપર-કેરાળાના નેજા હેઠળ નગારે ઘા.

મોરબી તાલુકાના હરિપર ગામ પાસે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. હરિપર-કેરાળા ગામે આજુબાજુમાં ફેલાવાતા પ્રદુષણના કારણે પાકને મોટી નુકશાની થઈ હતી અને પાકને નુકશાનીનું વળતર ન ચૂકવાઈ તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. તેમ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા અગાઉ અલ્ટીમેટમ મુજબ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના નેજા હેઠળ ખડુતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

મોરબીના હરિપર-કેરાળા ગામે થોડા દિવસો અગાઉ આસપાસની ફેકટરી દ્વારા પ્રદુષણ ફેલાવતા આ ગામના ખેતરોમાં લહેરાતા ઉભા પાકને મોટી નુકશાની થઈ હોવાની ફરિયાદ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશને ખેડૂતોને સાથે રાખીને સંબધિત તંત્ર સામે મોરચો માંડ્યો હતો અને સંબધિત તંત્રને રજુઆત કરી હરિપર-કેરાળા તેમજ ગાળા ગામે ખેડૂતોને પાકમાં થયેલી નુકશાનીના વળતરની માંગણી કરી હતી. તેમજ જો યોગ્ય ન્યાય ન મળે તો આજે તા. ૨૩ ના રોજ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી. પણ આજદિન સુધી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન ભરાતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન અને ખેડૂત હિતરક્ષક સમિતિ ગાળા, હરિપર-કેરાળાના નેજા હેઠળ આજે હરિપર ગામ પાસે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

(9:54 pm IST)