Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

દ્વારકાધીશ મંદિર આસપાસ ડ્રોન ઉડતું નજરે પડતા ભારે ચર્ચા

જગપ્રસિદ્ધ ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિર આસપાસ આજે સાંજે ૬.૪૫ આસપાસ તદ્દન નજીકથી ડ્રોન ઉડતું નજરે પડતા ભારે ચર્ચા જાગી છે. મંદિર આસપાસ ૨૦૦ મીટરમાં ડ્રોન કે યુએવી ઉડાડવા ઉપર પ્રતિબંધ હોય સ્વાભાવિક ભાતભાતની વાતો વહેતી થઈ હતી. એવું પણ ચર્ચાય છે કે કોઈ ધજા ચડાવવા આવ્યા હોય તેમણે આ ડ્રોન ફોટોગ્રાફી માટે સંભવતઃ ઉડાડેલ હોય તો નવાઇ નહિ..

(8:50 pm IST)