Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ખંભાળીયાની જિલ્‍લા કક્ષાની જનરલ હોસ્‍પિટલમાં કલબફુટ કલીનીક કાર્યરત

૧૮ વર્ષ સુધીના જન્‍મજાત ખામીવાળા બાળકોને કૃત્રિમ વસ્‍તુઓ વિના મુલ્‍યે અપાશે

ખંભાળીયા :તાજા જન્‍મેલા બાળકોમાં ઘણી ખોડખાપણવાળા બાળકો જોવા મળે છે. જેમાં બાળકોમાં વાંકા-ચુંકા પગવાળા બાળકો જન્‍મે છે. આવા બાળકોની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થય કાર્યક્રમ અંતર્ગત મીરેકલ ફીટ ઇન્‍ડયાના સંકલનથી તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં જિલ્‍લા કક્ષાની જનરલ ખંભાળીયા ખાતે કલબફુટ કલીનીક કાર્યરત કરવામાં આવેલ છે.

 આ કલબફુટ કલીનીકમાં નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના જન્‍મજાત વાંકા-ચુકા પગવાળા બાળકોનો ઉપચાર કૃત્રિમ હાજ-પગ અને અન્‍ય કૃત્રિમ વસ્‍તુઓ વિનામુલ્‍યે આપામાં આવે છે. આ કલીનીકમાં અઠવાડીયાના દર બુધવારે સાંજે ૪ થી ૫ બાળકોને પરિક્ષણ, ઉપચાર, અને સારવાર આપવામાં આવે છે. આ યોજનામાં દેવભૂમિ દ્વારકાના જન્‍મજાત વાંકા-ચુંકા પગવાળા બાળકોને વધુમાં વધુ લાભ લઇ બાળકોને આ ખામીમાંથી મહદઅંશે ફાયદો થાય તે રીતે આ કલીનીકનો ઉપયોગ કરવા મુખ્‍ય જિલ્‍લ આરોગ્‍ય અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

(11:17 pm IST)