Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

રાજુલા પાસે બનેલા નવા પુલમાં ગાબડું પુલના કામમાં લોટ પાણીને લાકડા?

રાજુલા,તા. ૨૪: જાપોદર ગામ પાસે કહેવાતા ધાતરવડી બ્રિજ પર ગાબડું પડ્‍યું તે કોઈ મોટી વાત નથી પરંતુ વાત એ છે કે હજુ આ પુલ બન્‍યો તેને અંદાજિત ત્રણ માસ જેવો જ સમય થયો છે ત્‍યારે અચાનક આ પુલમાં ગાબડું પડતા વાહન ચાલકોમાં ભય નો માહોલ જોવા મળ્‍યો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રોડ ફાટી જવો રોડ પર ખાડા પડવા વિગેરે બાબતો હજુ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે ત્‍યારે વધુ આ ફરી એક વાર આ ઘટનાએ લોકો ની સામે આવતા લોકો બોલી રહ્યા છે વિકાસ ક્‍યાં ? રાજુલાથી સાવરકુંડલા જવા ના રોડ પર માંડરડી ગામ નજીક આ પુલમાં ગાબડું પડ્‍યું અને તંત્ર થયું. તંત્ર દ્વારા કોન્‍ટ્રાક્‍ટરને જાણ કરવામાં આવતા કોન્‍ટ્રાક્‍ટરની ટીમ સ્‍થળ ઉપર આવી અને આ રોડને તાત્‍કાલિક પણે બંધ કરવામાં આવ્‍યો હવે જોવાની વાત એ છે કે આજે આ ગાબડું પડ્‍યું છે ત્‍યાં તંત્ર ગાબડું પૂરશે કે પછી પુલનું સમાર કામ થશે કે પુલ તોડીને નવો બનાવવામાં આવશે. જોકે તંત્ર દ્વારા આ પુલ બંધ કરવામાં ન આવ્‍યો હોત તો કદાચ મોટી દુર્ઘટના પણ બની શકત ફક્‍ત બે માસમાં જ ગાબડું પડે ત્‍યારે સામાન્‍ય માણસને પણ ખ્‍યાલ આવે કે આ કામ કેવું છે ??

(11:48 am IST)