Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

વેરાવળમાં લોક ગાયિકા રેખા ગોંડલીયા અને તેની પુત્રી ઉપર છરીથી હુમલો

પૂર્વ પતિ હિતેષ ધનસુખગીરી ગૌસ્વામી સામે ગુન્હો નોંધાયો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪:  હરસીઘ્ધી સોસાયટીમાં  ગાયિકા અને તેની દીકરી સવારે એકતા હતા તેના પુર્વ પતિ એ ઘરમાં ઘુસી જઈ ચાકુ વડે હુમલોકરતા ગંભીર હાલતમંા સારવારમાં ખસેડેલ છે.

વેરાવળના ગાયિકા રેખાબેન ગોંડલીયાની પુત્રી પ્રિયાબેનના પ્રેમલગ્ન હીતેષ ધનસુખગીરી ગૌસ્વામી રહે.ગોલારાણા વાળા સાથે થયેલ હતા પણ તેને શરૃઆતથી હેરાન કરતો હોય દારૃ પીને મારજુડ કરતો હોય અને સામાજીક રીતે ખરાબ વર્તન કરતો હોય જેથી તેની સાથે ૧૦ દિવસ પહેલા છુટાછેડા કરેલ હતા જેનો મનમાં રોષ રાખી સવારે ૧૧ વાગ્યે અમે બન્ને એકલા હતા ત્યારે ચાકુ લઈ ઘરમાં ઘુસી હુમલો કરેલ હતો જેમાં ગળા અને હાથમાં ગંભીર ઈજાઓ થયેલ જાનથી મારી નાખવા છે તેવુ ઝનુન હતું પણ બન્ને માં દીકરી એ હીમત દાખવી તેનો સામનો કરી ઘરની બહાર નિકળી દેકારો બોલાવી દેતા આરોપીની ઘટના સ્થળેથી ભાગી ગયેલ હતો જેથી બન્નેની જાન બચેલહતી આટલો મોટો બનાવ બનતા આજુ બાજુના પાડોશીઓમાં પણ ઘડીકભર માટે ભારે ભય વ્યાપેલ હતો તાત્કાલીક ૧૦૮ને ફોન કરતા ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ હતો પ્રભાપાટણ પોલીસને જાણ કરતા આરોપી સામે ૩૦૭ સહીતની કલમો નોધી પકડવા તજવીજ હાથ ધરેલ છે.

ગીર સોમનાથ તેમજ સૌરાષ્ટ્ર ભરમાં લોકપ્રિય બનેલા ગાઈકા રેખાબેન ગોડલીયા તેમજ તેમની પુત્રી ઉપર જીવલેણ હુમલો થતા આખા વિસ્તારમાં ભારે રોષ ફેલાયેલ છે.(

(1:55 pm IST)