Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

વિસાવદરના લાલપુર ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

પૂર્વે રિહર્સલનું નિરિક્ષણ કરતા પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૪  : આગામી ૭૪માં પ્રજાસત્તાક પર્વની તાલુકાકક્ષાની ઉજવણી વિસાવદર તાલુકાના લાલપુર ગામે થવાની હોય જેના અનુસંધાને ગઈકાલે પ્રાથમિક શાળા લાલપુર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ. જે પ્રાંત અધિકારી કિર્તન રાઠોડે નિહાળ્યુ હતુ. આ ઉપરાંત પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાંત કક્ષાએ થનાર ઉજવણીના ભાગરૃપે આ વર્ષે પ્રાંત કચેરી-વિસાવદર દ્વારા વિવિધ ઉમદા કાર્યક્રમો પણ યોજાનાર છે જેવા કે (૧) અતિ કુપોષિત બાળકોને અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા દત્તક લઈ તેઓના પોષણ સ્તરમાં વધારો કરવો (૨) વિશિષ્ટ બાળ પ્રતિભાઓનું સન્માન કરવું (૩) દિવ્યાંગ દીકરીઓ દ્વારા વૃક્ષારોપણ તથા તેમના જ નામના વૃક્ષોનું વાવેતર કરવું (૪) તારીખ ૨૩ જાન્યુઆરીના રોજ સબ ડિવિઝનના બંને તાલુકાઓની તમામ શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયેલ છે જેમાં વિજેતાઓના ચિત્રનું કાર્યક્રમના સ્થળે પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવાયુ છે.

(1:41 pm IST)