Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

અમરેલીના ખારી ખીજડીયાના યુવકે ભીલડીના શખ્‍સ પાસેથી વ્‍યાજે રૂપિયા લેતાં ૪ દુકાનો પણ લખાવી લીધી

(અરવિંદ નિર્મળ  દ્વારા) અમરેલી તા.ર૪ : ખારી ખીજડીયા ગામના સુરેશભાઇ નાનજીભાઇ ધાડીયા ઉ.વ.૪૪એ બાબરા તાલુકાના ભીલડી ગામના રમેશભાઇ પાસેથી ર.પ૦ ટકા વ્‍યાજે રૂા.૧૦ લાખ લીધેલ જેની સામે સુરેશભાઇની દુકાનો પડાવી લેવા માગતા હોય રૂા.૧૮ લાખની માંગણી કરી ધમકી આપીને શુભમ કોમ્‍પ્‍લેકસમાં આવેલ ચાર દુકાનોના બાનાખત કઢાવી પોતાને પાસે રાખ્‍યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મૃત્‍યુ

ખાંભા તાલુકાના મુંજીયાસર ગામે ભરતભાઇદુધાતની વાડી ખેતરે સાતીનું લાકડુ જોડતા મધુભાઇ ગભભાઇ મકવાણા ઉ.વ.૬૦ને તે વખતે બાજરીમાંથી અચાનક સુવર નીકળતા બળદ ભડકતા ઢીક મારતા મૃત્‍યુ નીપજયાનું શૈલેષભાઇ મકવાણાએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મોત

બગસરા તાલુકાના સમઢીયાળા ગામ નજીક તેજ ગામના બળવંત છગનભાઇ ગઢીયાએ પોતાનુ ટ્રેકટર જી.જે.૧૪એ.એ.૮૬ર૪ પુર ઝડપે અને બે ફીકરાઇથી ચલાવી પ્રવિણભાઇના બાઇક જી.જે.૧૪એ.આર.ર૮૮૬ના હેન્‍ડલ સાથે ભટકાવી બાઇકની પાછળ બેઠેલા વલ્લભભાઇ નાગજીભાઇને ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવ્‍યાની હામાપુર ગામના ભરતભાઇ વલ્લભભાઇ બોરડે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:38 pm IST)