Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

રાણાવાવઃ મંદિરમાંથી ચોરી કરવાના ગુનામાં આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા., ૨૪: રાણાવાવમાં મંદિરમાંથી ચોરી કરવાના બનાવમાં પકડાયેલા પરપ્રાંતીય આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

અત્રે જાણવા મળતી વિગત મુજબ રાણાવાવના મીરાજભાઇ રમેશભાઇ ચમ નામના વ્‍યકિતએ રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી કલમ ૪પ૭, ૩૮૦, ૧૧૪ મુજબની ફરીયાદની વિગત લખાવેલ છે કે ગત તા ર૦ં-૧૦-ર૦રર થી ર૧-૧૦-ર૦રર વચ્‍ચેના સમયમાં રાત્રીના સમયે ફરીયાદીના મકાનની બાજુમાં આવેલ ફરીયાદીના કુળદેવીના મંદિરમાંથી માતાજીને ચડાવેલ સોનાનો મુગટ, ગળાનો હાર, નાકની નથડી  તથા હાથની બંગડી તથા ચાંદીનો કળશ, જેની આશરે કિંમત રૂા. ૧,પ૦,પ૦૦ અંકે રૂપીયા એક લાખ પચાસ હજાર હજાર પાંચસોના મુદામાલની કોઇ અજાણ્‍યા ચોરીશ્‍મો ચોરી કરી લઇ ગયેલ છે. તે મુજબની ફરીયાદ લખાવેલ ત્‍યાર બાદ પોલીસે તપાસના ચક્રો ગતીમાન કરી આ કામના આરોપી (૧) બુટાસીંગ ઉર્ફે બીટુ ભાવસીંગ બધેલ તથા (ર) કરણ ઉર્ફે રણસીંગ કમરૂ બધેલને અટક કરી નામ. રાણાવાવ કોર્ટમાં રજુ કરતો આરોપીઓ દ્વારા પોરબંદરના એડવોકેટ શ્રી એમ.જી.શિંગરખીયા દ્વારા ડિસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટ પોરબંદરમાં જામીન ઉપર મુકત થવા માટે અરજી દાખલ કરેલી. જેને સમન્‍સ કોર્ટ પોરબંદરમાં જામીન ઉપર મુકત થવા માટે અરજી દાખલ કરેલી. જેને સેસન્‍સ કોર્ટે જામીન પર છોડવા હુકમ કર્યો હતો.

આ કામમાં આરોપી તરફે જે.પી.ગોહેલની ઓફીસના એડવોકેટ એમ.જી.શીંગરખીયા, એન.જી.જોષી, વી.જી.પરમાર, પી.બી. પરમાર, રાહુલ એમ.શીંગરખીયા, જીગ્નેશ ચાવડા, મયુર સાવનીયા વિગેરે રોકાયેલા હતા.

(11:41 am IST)