Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની પુર્વ તૈયારી રૂપે અધિકારીઓની સ્‍થળ મુલાકાત

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૪ : ગરવા ગીરનારની ગોદમાં મવનાથ તળેટી ખાત પરંપરાગત રીત મહાશિવરાત્રી મેળાનાં આયોજનની પુર્વ તેયારી માટે  સાંસદ સભ્‍ય રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, ડે. મેચર ગીરીશભાઈ કોટેચા, સ્‍થાયી સમીતી ચેરમેન હરેશભાઈ પરસાણા, શાશક પકનાં નેતા કિરીટભાઈ ભીંભા, શહેર ભાજપ પ્રમખ પુનીતભાઈ શર્મા, નાયબ કમિશ્‍નર જયેશભાઈ વાજા, સેનીટેશન સુપ્રી કલ્‍પેશભાઇ ટોલીયા, કાર્યપાલક ઈજનેર દિપકભાઈ ગોસ્‍વામી, વોટર વર્કસ ઈજનેર અલ્‍પેશભાઈ ચાવડા, ઈલેકટ્રીકલ ઈજનેર હાજાભાઈ ચૂડાસમા, ચીફ સર્ર્વેસર, બરતભાઈ ડૉડીયા અને વોર્ડ ઈજનેર પાનસૂરીયાભાઈ વગેરેએ સ્‍થળ મુલાકાત લીધી હતી. ભવનાથ વિસ્‍તારમાં મજેવડી દરવાજાથી ભવનાથ સુધી ચાલતી ભુર્ગભ ગટરની કામગીરીનું સ્‍થળ નિરીક્ષણ કરેલ તથા આ કામગીરી તાત્‍કાલીક ધોરણે પણ કરી જરૂરી રોડ રીપેરીંગ કરી કામગીરી પણે કરવા સચના આપેલ છે તથા જરૂર જણાય ત્‍યા રોડ રસ્‍તા રીકેંસીંગ કરવા, મેળા દરમ્‍યાન રાજકોટ રોડ ઉપર આવેલ હિરો હોન્‍ડા શોરૂમથી મહાસાગર ટ્રાવેલ્‍સ સુધી જરૂરી ડાયવર્ઝન કરી જરૂરી રીપેરીંગ કરવા અને ધારાગઢ દરવાજા પાસે આવેલ પુલની મરામત કરવી, ભવનાથ વિસ્‍તારમાં આવેલ દિવાલો ને રંગ રૉંગાન કરવા, મેળા દરમ્‍યાન દામોદર કુંડ તથા ભવનાથ વિસ્‍તારમાં સફાઈની વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે અંગેની તકેદારી રાખવા જણાવેલ છે.

 મહાશિવરાત્રી મેળામાં આવતા લાખો શ્રધ્‍ધાળુઓ  માટે મહાનગર પાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી રસ્‍તા, લાઈટ, સફાઈ, પાર્ણી, આરોગ્‍ય અંગેની સુવીધાઓ મળી રહે તે માટે તંત્રને વ્‍યવસ્‍થા પુરી પાડવા જણાવ્‍ય હતું.

આ ઉપરાંત જોષીપરા ખાતે ચાલતી ટોરેન્‍ટ ગેસ લાઈન નાખવાની કામગીરી ઝડપથી પુર્ણ કરી શહેરીજનોને તાત્‍કાલીક કનેકશન મળી રહે તે અંગેની વ્‍યવસ્‍થા કરવા સૂચન કરેલ હતું.

(11:08 am IST)