Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

જૂનાગઢની ડેરવાણ પ્રા. શાળામાં વાનગી સ્‍પર્ધા યોજાઇ

જૂનાગઢ : જૂનાગઢ(ગ્રામ્‍ય) ખાતે પ્રધાનમંત્રી પોષણ શકિત યોજાના અંતર્ગત ડેરવાણ પ્રા. શાળા ખાતે મધ્‍યાહન ભોજન સંચાલકો દ્વારા વાનગી સ્‍પર્ધા યોજવામાં આવી. જેમાં જૂનાગઢ ગ્રામ્‍યના ૧૨ સંચાલોએ ભાગ લીધેલ. તે પૈકી વાનગી સ્‍પર્ધામાં પ્રથમ નંબર ચોકલી પ્ર. શાળા, દ્વિતીય નંબર ડેરવાણ પ્રા. શાળા અને તૃતીય નંબર ઇવનંબર પ્રા. શાળા અનુક્રમે સરકાર તરફથી રોકડ પુરસ્‍કાર ૫૦૦૦, ૩૦૦૦ અને ૨૦૦૦ પ્રાપ્ત થયેલ. આ કાર્યક્રમમાં જૂનાગઢ ગ્રામ્‍ય મામલતદાર ડો. પી.કે. ડાભોર, મધ્‍યાહન નાયબ મામલતદાર વી.એલ.કુંભાણી, સુપરવાઇઝર મિરલબેન ઠાકોર અને હેમાંશીબેન ગરાળા સાથે ભાવનાબેન કાસુંદ્રા, આંગણવાડી સુપરવાઇઝર અને શિક્ષણ વિભાગ તરફથી ડો. સુરેશભાઇ મેવાડા બીઆરસી અને ભાવિકાબેન ગોર હાજર રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા ડેરવાણ પ્ર. શાળાના આચાર્ય ડી.કે.મહેતા અને સરપંચ ધરમસિંહ ભાટીએ જહેમત ઉઠાવેલ સાથે એસએમસી ગ્રામ્‍ય જનો જોડાયેલ. જેમાં તિથીભોજનના દાતાઓનું સન્‍માન કરવામાં આવેલ હતું.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:06 am IST)