Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

રાજુલાના મોરંગી ખાતે રાત્રી ગ્રામસભા યોજાઇ

રાજુલા,તા.૨૪ : પીપલ્‍સ પ્‍લાન કેમ્‍પેઈન - સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના દરેક તાલુકામા ખાસ ગ્રામસભાનુ આયોજન કરવામા આવેલ છે જે અંતર્ગત   રાજુલા તાલુકાના મોરંગી ગામે તાલુકા વિકાસ અધિકારી હિતેશભાઈ પરમારની અધ્‍યક્ષતામા યોજાયેલ રાત્રી ગ્રામસભાની નોંધ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી દ્વારા લઈ રિટ્‍વીટ કરવામાં આવેલ. આ ગ્રામસભામા પીપલ્‍સ પ્‍લાન કેમ્‍પેઈન વિશે,બાળકો,સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ સ્‍તર વિશે ચર્ચા કરાઈ, છેલ્લા ત્રણ વર્ષ દરમીયાન પંદરમા નાણાપંચ હેઠળ થયેલ કામો,જલ જીવન મિશન અને ગામની સ્‍વચ્‍છતા સહિતની વિવિધ બાબતે ચર્ચાઓ કરી તેમજ તાલુકા હેલ્‍થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા સારી કામગીરી કરતા હોઈ લોકોના આરોગ્‍યને સુખાકારીરૂપ આયુષ્‍યમાન ભારત કાર્ડ,બીનચેપી રોગોનુ સ્‍ક્રીનીંગ,સગર્ભાવસ્‍થા દરમીયાન મળતી સહાય અને હેલ્‍થ આઈ.ડી.કાર્ડ સહિતની વિવિધ યોજનાઓ વિશે હાજર ગામ લોકોને વાકેફ કરવામા આવેલ જેથી ગામને આરોગ્‍યની દ્રષ્ટિએ સમળદ્ધ કરી શકાય.

ગ્રામજનોને પડતી મુશ્‍કેલીઓ કે રજુઆતોનુ સ્‍થળ પરજ નિરાકરણ કરવામા આવતા  ગ્રામસભાથી લોકો ખુશ થયા હોવાનુ અને હાજર તમામ સ્‍ટાફ દ્વારા સંતોષકારક જવાબ આપ્‍યા હોવાનુ જણાવી કોઈ અસંતોષના હોવાનુ જગુભાઈ મકવાણા દ્વારા જણાવેલ તેમજ  કામગીરીને સરપંચ ભાણજીભાઈ રાઠોડ, ઉપસરપંચ રાકેશભાઈ શિયાળ અને મહેશભાઈ રાઠોડ સહિતના બહોળી સંખ્‍યામા હાજર ગ્રામજનો દ્વારા નિહાળી ટીડીઓ પરમાર દ્વારા કરાતી  કામગીરીને બિરદાવેલ હતી.

 મોરંગી ગામે આયોજીત ગ્રામસભામા ટીડીઓ પરમાર સાહેબ,ટીએચઓ ડૉ.કલસરીયા,વેટરનરી ઓફિસર ડૉ.ભૂત,સીડીપીઓ ભાવિકાબેન,ડૉ.શીતલ મેગલ,ડૉ.શિવજી જીંજાળા,મનોજભાઈ વેગડા,માધવીબેન જોષી,તલાટી મંત્રી જાગળતિબેન અને વિપુલભાઈ તેમજ ખેતીવાડી,શિક્ષણ અને બાંધકામ સહિતના સમગ્ર પંચાયત પરિવાર દ્વારા રાત્રી ગ્રામસભાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામા આવેલ જે યાદીમા જણાવેલ છે.

(11:02 am IST)