Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ગિરનાર રોપ-વેમાં ૧૬.૩૯ લાખ લોકોએ રોમાંચક સફર માણી

ગિરનાર ઉડન ખટોલાથી જૂનાગઢના પ્રવાસન વિકાસને નવી ઉંચાઈ મળીઃડિસેમ્‍બર -૨૦૨૨ સુધીમાં : જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યંનો ભંડાર હોવાની સાથે આધ્‍યામિક, ઐતિહાસિક અને પૌરાણીક વારસાની જાહોજલાલી ઉપરાંત સ્‍થાપત્‍ય બેનમૂન ઝાંખી જોવા મળતી હોવાથી પ્રવાસીઓ, અભ્‍યાસુઓ સહિત સૌ કોઈને આકર્ષે છે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ,તા.૨૪: ઉષા બ્રેક્રો ગિરનાર રોપ-વેના રિજયોનલ હેડ અને વાઇસ પ્રેસીડેન્‍ટ દિપક કપલીસએ જણાવ્‍યું હતું કે, ડીસે ૨૦૨૨ સુધીમાં ૧૬.૩૯ લાખ લોકોએ ઉડન ખટોલાની સફળ માણી છે.

ગિરનાર ઉડન ખટોલાનો પ્રારંભ થવાથી જૂનાગઢ જિલ્લાના પ્રવાસન વિકાસને નવી ઊંચાઈ મળી રહી છે. ગિરનાર રોપ વે શરુ થયાથી એટલે કે, ૨૫ ઓક્‍ટોબર ૨૦૨૦થી ડિસેમ્‍બર -૨૦૨૨ના અંત સુધીમાં ૧૬.૩૯ લાખ લોકોએ ઉડન ખટોલાની રોમાંચક સફર માણી છે.

એશિયાના સૌથી લાંબો અને ઊંચાઈ ધરાવતો ગીરનાર રોપ-વે પ્રવાસીઓમાં અનેરુ આકર્ષણ જમાવ્‍યું છે. વર્ષ-૨૦૨૨ના અંતિમ ડિસેમ્‍બર માસમાં જ એક લાખથી વધુ લોકોએ રોપ-વેની રોમાંચક સફર ખેડી હતી.

રોપ-વેના માધ્‍યમથી ગરવા ગિરનારના અફાટ અને અદભુત સૌંદર્ય માણવાને પ્રવાસીઓ એક લ્‍હાવો માને છે. જયારે રોપ-વેની ટ્રોલી અંબાજી સુધી પહોંચે, ત્‍યારે સામે આવતી ગરવા ગિરનારની મહાકાય શીલાઓ, આ જ ઊંચાઈએથી જૂનાગઢ શહેરનો નજારો, ગિરનારની ઉંચી-નીચી ગીરીકંદરાઓ. ઉપરાંત અહીંયા આસ્‍થાભેર આવતા શ્રદ્ધાળુઓને થતી આધ્‍યાત્‍મિકની સાથે ભાવાત્‍મક અનુભૂતિ. આમ, ગિરનારનો સૌંદર્ય પ્રવાસીઓના માનસપટ્ટ પર કાયમ માટે અંકિત થઈ જાય છે.

ઓક્‍ટોબરથી માર્ચ-૨૦૨૧માં ૩.૫૭ લાખ, વર્ષ ૨૦૨૦-૨૧માં ૭.૩૧ લાખ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૫.૫૦લાખ લોકોએ રોપ-વેના માધ્‍યમથી ગિરનારની સફર ખેડી હતી. આમ, ડિસેમ્‍બર-૨૦૨૨ના અંત સુધીમાં કુલ- ૧૬,૩૯,૭૮૦ લોકોએ ઉડન ખટોલાનો આનંદ માણ્‍યો છે.

રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગ વેગ મળે તે માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મહોબતખાનના મકબરાનું અને ઉપરકોટના કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ શિવરાત્રી મેળો અનેᅠ ઉપરાંત ભાવિક માટે ગિરનાર લીલી પરિક્રમા યોજાઇ છે. જેમાં લાખો શ્રધ્‍ધાળુઓ ઉમટી પડે છે.

જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યંનો ભંડાર હોવાની સાથે આધ્‍યામિક, ઐતિહાસિક અને પૌરાણીક વારસાની જાહોજલાલી ધરાવે છે. ઉપરાંત સ્‍થાપત્‍ય બેનમૂન ઝાંખી અહિં જોવા મળે છે. જે પ્રવાસીઓ, અભ્‍યાસુઓ સહિત સૌ કોઈને આકર્ષે છે.

જૂનાગઢ જિલ્લાની નજીક અન્‍ય મહત્‍વના પ્રવાસન સ્‍થળો આવેલા છે. દુનિયાભરમાં એશિયાટીક લાઈનનું એકમાત્ર ઠેકાણુ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન-અભયારણ્‍ય, દ્વાદશ જયોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ જયોર્તિલિંગ. રળીયાપણું દિવ સહિતના અનેક જોવાલાયક સ્‍થળો જૂનાગઢ જિલ્લા નજીક આવેલા છે. તેમ દિપક કપલીસે જણાવ્‍યું છે.

(10:57 am IST)