Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

મોરબી: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પ્રયત્નોથી ઔદ્યોગિક વિસ્તારમાં રોડ બનાવવાની મંજૂરી મળી.

મોરબીની પ્રજા માટે સતત કાર્યરત એવા ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા શહેર અને જિલ્લામાં જેટલા પણ સરકારી કામ અધૂરા છે તેને સત્વરે પૂર્ણ કરવાની શરૂઆત કરી હતી. જેને પગલે સંયુક્ત ઉદ્યોગ કમિશનર દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં રોડ બનાવવા અંગેની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે.

આ અંગે સંયુક્ત ઉદ્યોગ કમિશનરે ધારાસભ્ય અમૃતિયાને પત્ર લખીને જણાવ્યું હતું કે, તારીખ ૨૭/૧૨/૨૦૨૨ના રોજ યોજાયેલ સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં મોરબી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસીએશન, મોરબી-વાંકાનેર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસીએશન તથા મંગલ ચેતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસીએશન દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં રોડ બનાવવા અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પલીસી ૨૦૦ અંતર્ગત,સ્ક્રીમ ફોર આસીસ્ટન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર હેઠળ ૮૦- ૨૦ની યોજના મુજબ મંજૂર કરવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું.
આમ ધારાસભ્ય કાંતિ અમૃતિયાના પ્રયત્નોથી મોરબીના ઉદ્યોગકારો અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે.

(1:03 am IST)