Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ધોરાજી ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ઉજવાશે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ

 રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાની ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે જિલ્લાકક્ષાનાં ૭૪માં પ્રજાસતાક પર્વનાં સમારોહની રંગારંગ ઉજવણી કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના વરદ હસ્તે સવારે ૯ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે.

  રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ  સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ધ્વજવંદનની સાથે સાથે પરેડ, માર્ચ પાસ્ટ, હર્ષ ધ્વનિ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેબ્લેા પ્રદર્શન, વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન, વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણીમાં સામેલ થવા માટે જિલ્લાના રાષ્ટ્રપ્રેમી નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

(12:45 am IST)