Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ધ્રાંગધ્રામાં ચિકનગુનિયાનો હાહાકારઃ યુવતીનો ભોગ લીધો

વઢવાણ, તા. ૨૩ :. ધ્રાંગધ્રામાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય 'ચિકનગુનિયા'ના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ધ્રાંગધ્રાના મુન્સી પરિવારની લાડકવાયી દિકરીનો ચિકનગુનિયાએ ભોગ લેતા શોક છવાયો છે.

 

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ધ્રાંગધ્રા ઘાંચીવાડના નાકે રહેતા રફીકભાઈ મુન્સીની ૧૭ વર્ષીય પુત્રી ફરુદ્દીનને થોડા દિવસો અગાઉ સામાન્ય તાવ આવતા તેને સરકારી દવાખાનામાં દાખલ કરાયેલ અને ત્યાર બાદ તબીયત લથડતા તેને અમદાવાદ વધુ સારવાર માટે લઈ જવાયેલ જ્યાં તેનુ મૃત્યુ થયું હતું.

નોંધનીય છે કે, મુન્સી પરિવારની આ આશાસ્પદ યુવતીને ઓફિસર બનાવવાના કોડ હતા અને કોલેજમાં અભ્યાસ કરતી હતી.

(4:03 pm IST)