Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

વેરાવળમાં ૬૦ ફૂટ રોડ ઉપર હીટ એન્ડ રનઃ ૨ વાહનોને કાર ચાલકે હડફેટે લીધા

વેરાવળ, તા. ૨૩ :. રાત્રે ૧૧ થી ૧૨ વાગ્યાથી વચ્ચે ૬૦ ફુટ રોડ ઉપર ગીરીશ ઉર્ફે ગીલ્લી ચુનીલાલ સેજપાલ પુરઝડપે કાર ચલાવીને જતો હોય ત્યારે રોડ ઉપર પડેલ એક સોની પરિવાર મોટરકાર અને મોટરસાયકલને પાછળથી જોરદાર ભટકાડી દેતા જોરદાર ધડાકો થયેલ હતો. જેથી રહેવાસીઓનું ટોળું ભેગુ થઈ ગયું હતું. જેથી ધારાસભ્ય વિમલ ચુડાસમા આગેવાન જગમાલવાળાને જાણ કરતા સ્થળ ઉપર પહોંચી ગયેલ હતા. આ યુવાન કેફી પીણુ પીધેલા હોય જેથી પોલીસને સોંપી દીધેલ હોય પોલીસે મોડી રાત્રે પીધેલાનો ગુન્હો નોંધેલ હોય બે વાહનોને નુકશાન થયેલ હોય તેને કોઈપણ જાતની ફરીયાદ નોંધાવેલ ન હોય તેવુ જાણવા મળેલ છે. શહેરમાં અનેક વિસ્તારોમાં રાત્રે ૧૧ વાગ્યા પછી કેફી પીણુ પીધેલ હોય તેવા અનેક યુવાનો પુરઝડપે મોટરસાયકલો, મોટરકાર ચલાવતા હોય જેથી પરિવારો રાત્રે ઘરની બહાર પણ નિકળતા ધ્રુજતા હોય જેથી પોલીસે આવા વિસ્તારોમાં રાત્રે ૧૦ વાગ્યા પછી સતત પેટ્રોલીંગ કરવું જોઈએ અને આવા તત્વોને સબક શીખવાડવો જોઈએ તેવી માંગ ઉઠી છે.

(4:03 pm IST)