Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જામનગરના કાલાવડમાં પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સે ફ્લેગમાર્ચ યોજી

સિનેમા રોડ, મેઇન બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફ્લેગમાર્ચ: પોલીસે અને પેરામિલિટરી ફોર્સે શહેરના વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી:સુરક્ષા અંગે સમીક્ષા કરી

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પોલીસ પણ સતર્ક બની છે..ત્યારે જામનગરમાં પણ પોલીસ એક્શનમાં આવી છે. કાલાવડમાં પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સે ફ્લેગમાર્ચ યોજી હતી.

 શહેરના સિનેમા રોડ, મેઇન બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કાઢવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દરમિયાન પોલીસે અને પેરામિલિટરી ફોર્સે શહેરના વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી અને સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી. સાથે સાથે વડીલો સાથે મુલાકાત કરી શહેરની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી.

(12:07 am IST)