Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ભાવનગર નજીક આવેલા શામપરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં તેમણે મતદાન ન કરવાનો નિર્ણય :ગામમાં નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ ફરમાવી દીધો

ભાવનગર નજીક આવેલા શામપરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં તેમણે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ગામમાં નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામની જમીન પર સરકારે શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ ઉભી કરી આપી છે. પરંતુ આ શાળાઓના નામ અન્ય ગામના લખવામાં આવ્યા છે.

ગામની મોડેલ સ્કૂલનું નામ સુધારીને ‘મોડેલ સ્કૂલ શામપરા' કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. આ સિવાય પોલીસ અને આર્મીમાં જવાની તૈયારી કરતા યુવકો માટે મેદાન ફાળવવામાં આવે અને ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માગ છે. જો તેમની માગો નહીં સંતોષાય તો તેઓ મતદાન નહીં કરે.

(11:51 pm IST)