Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જલગાંવ યાર્ડમાં રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર

રાજકોટ : મધ્ય રેલવે સ્થિત જલગાંવ યાર્ડમાં રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:
·        ટ્રેન નંબર 22937 રાજકોટ-રીવા એક્સપ્રેસ 04.12.2022 ના રોજ રદ રહેશે.
·        ટ્રેન નંબર 22938 રીવા-રાજકોટ એક્સપ્રેસ 05.12.2022 ના રોજ રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલનારી ટ્રેનો:

·        ટ્રેન નંબર 22940 બિલાસપુર-હાપા એક્સપ્રેસ 05.12.2022ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બડનેરા-ભુસાવલ-ખંડવા-ઈટારસી-સંત હિરદારામ નગર-રતલામ-છાયાપુરી થઈને ચાલશે.

 ટ્રેન નંબર 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ 29.11.2022ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા સુરત-વસઈ રોડ-કલ્યાણ-ઈગતપુરી-મનમાડ-અંકાઈ થઈને ચાલશે.

·   ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ 04.12.2022ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બડનેરા-ભુસાવલ-ખંડવા-ઈટારસી-ભો

પાલ-રતલામ-છાયાપુરી થઈને ચાલશે.
       ટ્રેન નંબર 12950 સંત્રાગાચી-પોરબંદર એક્સપ્રેસ 04.12.2022 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બડનેરા-ભુસાવલ-ખંડવા-ઈટારસી-ભોપાલ-રતલામ-છાયાપુરી થઈને ચાલશે.
· ટ્રેન નંબર 16733 રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ 25.11.2022 અને 02.12.2022ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા અંકાઈ-મનમાડ-ઈગતપુરી-કલ્યાણ-વસાઈ રોડ થઈને ચાલશે.
       ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.
અભિનવ જેફ,સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન

(10:20 pm IST)