Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૨ અન્વયે સમગ્ર ગુજરાત રાજયમાં 'ડ્રાય ડે' જાહેર

 જામનગર જિલ્લામાં પ્રથમ તબકકામાં મતદાન થનાર હોય,ડ્રાય ડેની અમલવારી મતદાન દિવસ માટે તા.ર૯ના સાંજના પ-૦૦ કલાકથી તા.૦૧ના સાંજના પ-૦૦ સુધી અને મતગણતરીનો દિવસ એટલે કે, તા.૮ ડિસેમ્બરનો દિવસ (આખો દિવસ) દરમ્યાન રહેશે

જામનગર:વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે માન. મુખ્ય નિર્વાચન અધિકારી દ્રારા થયેલ સૂચના મુજબ કોઈપણ ચૂંટણી માટે મતદાન વિસ્તારમાં મતદાન પૂરૂં થવાના નિર્ધારિત કલાક સાથે પૂરા થતાં ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન દારૂ કે તેના જેવા નશાકારક પદાર્થોના વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકવા સૂચના થઈ આવેલ છે.
જો કે રાજયમાં દારૂબંધી અમલમાં છે, આમ છતાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૫(સી)ની જોગવાઈને ધ્યાને લઈને, રાજયમાં તમામ વિધાનસભા મત વિભાગોના વિસ્તારમાં કોઈ હોટેલ, રેસ્ટોરન્ટ કે કલબ્સને દારૂ વેંચવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય તો પણ ઉપર્યુકત સમયગાળા દરમ્યાન દારૂનું વેંચાણ કે વિતરણ કે ગ્રાહકોને દારૂ પીરસી શકાશે નહીં.
ઉકત બાબતે જામનગર જિલ્લામાં પ્રથમ તબકકામાં મતદાન થનાર હોય, જેથી ડ્રાય ડેની અમલવારી મતદાન દિવસ માટે તા.ર૯/૧૧/૨૦૨૨ના સાંજના પ-૦૦ કલાકથી તા.૦૧/૧૨/૨૦૨૨ના સાંજના પ-૦૦ સુધી અને મતગણતરીનો દિવસ એટલે કે, તા.૦૮/૧૨/૨૦૨૨નો દિવસ (આખો દિવસ) દરમ્યાન રહેશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે.

(6:47 pm IST)