Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ધોરાજીનો પ્રોહીબીશનના ગુન્હામાં સંકળાયેલ આરોપીની પાસા તળે અટકાયત કરી મધ્યસ્થ જેલ મહેસાણા હવાલે કરતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય તથા ધોરાજી પોલીસ

ધોરાજી: ધોરાજીનો પ્રોહીબીશનના ગુન્હામાં સંકળાયેલ આરોપી ની પાસા તળે અટકાયત કરી મધ્યસ્થ જેલ મહેસાણા હવાલે કરતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય તથા ધોરાજી પોલીસ
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ તથા ના.પો.અધિ જેતપુરના  રોહિતસિંહ ડોડીયાનાઓએ ગેરકાયદેસર પ્રવુતી પર અંકુશ મેળવવા તેમજ નેસ્ત નાબુદ કરવા ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલ તેમજ અસામાજીક પ્રવૃતિ આચરનાર શખ્શોને અટકાયતમાં લેવા સારૂ પાસા દરખાસ્ત મુકવા સુચના આપતા જેથી એલ.સી.બી. પો.ઇન્સ વી.વી.ઓડેરા તથા ધોરાજી
પો.ઇન્સ એ.બી.ગોહીલ દ્વારા ધોરાજી શહેર વિસ્તારમાં રહેતા હનીફ ઉર્ફે અનીયો મજીદભાઇ ગરાણા જાતે જુલાયા (ઉ.વ.૪૩)ધંધો મજુરી (રહે ધોરાજી ખીજડાશેરી મોચી બજાર તા ધોરાજી જી રાજકોટ વાળા )ની પાસા દરખાસ્ત તૈયાર કરી રાજકોટ જીલ્લાકલેકટર અરૂણ મહેશબાબુ  એ પાસા દરખાસ્તમંજુર કરતા આરોપીને ધોરાજી પો.ઇન્સ એ.બી.ગોહીલની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા પકડી પાડી પાસા એકટ હેઠળ હસ્તગત કરવાની કાર્યવાહી કરી મહેસાણા, મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે
પાસા અટકાયતીનું નામ –હનીફ ઉર્ફે અનીયો મજીદભાઇ ગરાણા જાતે જુલાયા (ઉ.વ.૪૩) ધંધો મજુરી(રહે ધોરાજી ખીજડાશેરી મોચી બજાર તા ધોરાજી )કામગીરી કરનાર ટીમ
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાનીધોરાજી પોલીસ સ્ટેશન ના  PI એ.બી.ગોહીલ,PSI આર.કે.ગોહિલ  એ.એસ.આઇ હિતેશભાઇ બી. ગરેજા, પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ એચ. જાડેજા, સલમાબેન થૈયમ વિગેરે રોકાયા હતા

(6:40 pm IST)