Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

અમરેલી-રાજુલાના રામપરા ગામના માર્ગ પર સિંહ બાળ સાથે વિહરતી સિંહણનો વીડિયો વાયરલ

સિંહણ પોતાના બચ્‍ચાને બચાવવા માટે સિંહ બાળને રોડથી દૂર ખસેડયા

અમરેલીઃ અમરેલીના રાજુલા પંથકના રામપરા ગામના માર્ગ ઉપર સિંહણ પોતાના સિંહ બાળ સાથે લટાર મારવા નીકળી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

આજકાલ સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થાય છે. ત્યારે અમરેલી-જૂનાગઢ સિંહોનું વસવાટ છે, ત્યારે ક્યારેક રસ્તા-શેરીઓમાં સિંહની લટારનાસ તો ક્યારેક શિકારના વીડિયો જોવા મળતાં હોય છે, પરંતુ આ વખતે માની મમતાનો વીડિયો વાયરલ થયો છે. 

અમરેલી-રાજુલાના રામપરા ગામમાં એક સિંહબાળ સાથે સિંહણનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. રામપરા વિસ્તારમાં સિંહબાળ અને સિંહણ લટાર મરતા જોવા મળી રહ્યા છે. માતા જે રીતે બાળકનું રક્ષણ કરે તે રીતે કહી શકાય કે 'મા તે મા બીજા બધા વગડાના વા' આ કહેવત એકદમ ફીટ બેસી રહી છે. સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે. 

અમરેલી-રાજુલાના રામપરા ગામના માર્ગ ઉપર સિંહબાળ સાથે સિંહણનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, રામપરા વિસ્તારમાં બાળસિંહ, સિંહણ પરિવાર માર્ગ ઉપર લટાર મારી રહ્યો છે. ત્યારે સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે. આમ, હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

હાઇવે પર સિંહોની લટાર કેટલીક વાર જોખમી બનતી હોય છે. રાતના અંધારામાં આવતાં વાહનો ક્યારેક સિંહો સાથે અથડાતા મોટા અકસ્માત થતા હોય છે. એવામાં સિંહણ પણ આ વાત જાણતી હોય તેમ પોતાના બાળકની ચિંતા કર્યા બાદ સિંહ બાળને બચાવવા માટે રોડ પરથી દૂર ખસેડી રહી છે. આ સુંદર વીડિયો લોકોને ગમી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે.

(5:28 pm IST)