Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ઉના બેઠકના રાષ્‍ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર શાંતિભાઇ કીડેચાની પોલીસ દ્વારા અટકાયત

સુરતની કોર્ટમાં મારામારીના જૂના કેસની તારીખમાં ગેરહાજર રહેતા હોય કોર્ટ દ્વારા શાંતિભાઇનું વોરન્‍ટ નીકળ્‍યુ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૩ :.. ઉના વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડતા રાષ્‍ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર શાંતિભાઇ ડી. કીડેચાની પોલીસે અટકાયત કરી છે.

રાષ્‍ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર શાંતિભાઇ ડી. કીડેચા હાલ ઉના રહે છે અને અંબારડાના વતની છે. તેઓ વર્ષો પહેલા સુરત ધંધાર્થે ગયેલ હતાં તે સમયે એક તેમની સામે કેસ થયો હતો પરંતુ આ કેસની કોર્ટમાં તારીખ સમયે શાંતિભાઇ હાજર રહેતા ન હોય કોર્ટે પકડ વોરન્‍ટ કાઢતા ઉના પોલીસે શાંતિભાઇની અટકાયત કરીને સુરત રવાના કરેલ છે.

(4:02 pm IST)