Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સાવરકુંડલાઃ દરિયાપુરમાં મતદારોને ધમકી અપાતા ચૂંટણીપંચમાં રાવ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.ર૩ :  દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખે રાજયના મુખ્‍ય ચૂંટણી કમિશ્નરને રજુઆત કરીને જણાવ્‍યું છે કે ભાજપના ઉમેદવાર દ્વારા દરિયાપુર વિધાનસભામાં અસામાજિક તત્‍વોને છુટો દોર આપી મતદારોને ધાકધમકી આપવાની ફરીયાદો સામે આવી રહી છે. જેમાં મુખ્‍યત્‍વે ઇગ્‍લીશ દારૂનો વેપાર કરતા તથા જુગારના અડા ચલાવતા ગોવિંદ પટેલ મામો - મનપસંદ જીમખાનામાં રાત્રે જુગાર ચલાવી રહયા છે તથા વીકી બાબુલાલ જૈન કે જે વાડીગામ ખાતે ખુલ્લેઆમ અડો ચલાવે છે તેણે ગઇકાલે કોંગ્રેસના પ્રચાર  કરવા નીકળેલી મહિલાઓને ધાક ધમકી આપી હતી તેવી ફરિયાદ મને મળેલ છે. આ બાબતે ગઇકાલે દરિયાપુરના ફર્સ્‍ટ પી.આઇ.ચૌધરીને ટેલીફોનીક ફરીયાદ કરી છે.

ભાજપના ઉમેદવારની જાહેરાત થઇ ત્‍યારથી  જ ઘનશ્‍યામ ઢોલીયો, ચંદ્રેશ વ્‍યાસ, અશોક મારવાડી પણ મતદારોને ખુલ્લેઆમ ધમકાવી રહયાની ફરિયાદો મળી રહી છે.

અસામાજિક તત્‍વોની ગતિવિધિ જોતા દરિયાપુર વિધાનસભાના તમામ બુથોની ઉપર વિશેષ પોલીસ બંદોબસ્‍ત ગોઠવવાનું આયોજન કરવામાં આવે તેવી માંગણી ગ્‍યાસુદીન શેખએ કરી છે.

(1:42 pm IST)