Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ચીલ ઝડપનો પ્રયત્‍ન કરી નાશી જનાર ઇસમને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગણતરીની કલાકોમાં પકડી પાડતી વેરાવળ સીટી પોલીસ

વેરાવળ,તા.૨૩ : અજાણ્‍યા મોટર સાયકલ ના ચાલકે ફરિયાદીએ ગળામાં પહેરેલ સોનાના ચેઇન આશરે એક તોલાનો કિ. રૂા. ૪૦,૦૦૦/- નો ઝુંટવી લેવાના ઇરાદાથી ફરિયાદીના ગળાના ભાગે ઝુંટ મારી ફરિયાદીનો સોનાના ચેઇન ઝુંટવી લેવાની કોશીશ કરતા ચેઇન હાથમાં ન આવતા મોટર સાયકલ પર નાશી જઇ ગયેલ હોવાની હકીકત વાળી ફરીયાદ આપતા ઉપરોક્‍ત વિગતે વેરાવળ સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૭૨૫/૨૦૨૨ ઇ.પી. કો.ક.૩૭૯(ક)૨ મુજબનો ગુન્‍હો રજી. થયેલ

જેથી ઉપરોકત ચીલ ઝડપના બનાવની ગંભીરતાને ધ્‍યાને લઇ જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક  મનોહરસિંહ એન.જાડેજા  તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારએ જીલ્લામાં આવા ચીલ ઝડપના ગુન્‍હાઓ આચરતા ઇસમોને પકડી પાડવા તથા ગુન્‍હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્‍હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને

       વેરાવળ સીટી પો.સ્‍ટે.ના ર્ંપોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એમ.ઇશરાર્ણીં નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફના PSI એ.સી.સિંધવ તથા ASI  દેવદાનભાઇ માણંદભાઇ તથા વિપુલભાઇ રામસીંગભાઇ તથા પો.કોન્‍સ. પ્રદિપસીંહ વાલાભાઇ તથા રોહીતભાઇ જગમાલભાર્ઇં નાઓની જુદી જુદી ટીમો બનાવી દરેક ટીમને અલગ-અલગ કામ સોંપવામાં આવેલ અને હ્યુમન સર્વેલન્‍સ તથા ટેકનીકલ સર્વેલન્‍સ દ્વારા બનાવ વાળી જગ્‍યાની આજુબાજુના વિસ્‍તારમાં જીણવટ ભરી રીતે તપાસ કરવામાં આવેલ અને આ ગુનાના કામે સદરહું બનાવ વાળી જગ્‍યા રામભરોસા ચોક ખાતે લગાવેલ ઇણાજ ખાતેના નેત્રમના સી.સી.ટી.વી. ફુટેજો તપાસતા સદરહુ ગુનામાં જણાવેલ હકીકત મુજબનો બનાવ જણાયેલ અને મજકુર અજાણ્‍યા ઇસમની મો.સા.ના રજી. નંબર GJ-11-BD-9671 ના જણાયેલ જે અન્‍વયે સદરહુ પો.સ્‍ટાફની ટીમ શંકમંદ ઇસમ તથા મો.સા. બાબતે પો.સ્‍ટે. વિસ્‍તારમાં વોચ તપાસમાં પેટ્રોલીંગ ફરતા હતા આ દરમ્‍યાન એ.એસ.આઇ. વિપુલભાઇ રામસીંગભાઇ તથા પો.કોન્‍સ. પ્રદિપસિંહ વાલાભાઇને  હકીકત આધારે મજકુર આરોપીને પકડી પાડી સદરહુ ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.

 બીલ હનીફભાઇ ચૌહાણ, પટણી, ઉ.વ.૨૨, ધંધો.મજુરી, રહે.વેરાવળ, જલારામ ફાટક, મકબુલ પાન વાળી ગલીને ઝડપી  હીરો કંપનીની સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. રજી.નં GJ-11-BD-9671 કિં.રૂા.૧૫,૦૦૦/ કબ્‍જે કરાયું હતું

 વેરાવળ સીટી પો.સ્‍ટે.ના પો. ઇન્‍સ.   એસ.એમ.ઇશરાણી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફના PSI એ.સી.સિંધવ તથા ASI દેવદાનભાઇ કુંભરવડીયા તથા ASI વિપુલભાઇ રામસીંગભાઇ તથા PC પ્રદિપસિંહ ખેર તથા રોહિતભાઇ ઝાલા નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.

(2:26 pm IST)