Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મઘરવાડા પાસે વાડીએ પત્નિ સાથે ચડભડ થતા પતિ રાકેશે ઝેરી દવા પી લેતા મોત

રાજકોટ તા. ૨૩ : શહેરના મઘરવાડા પાસે વાડીમાં પત્ની સાથે ચડભડ થયા બાદ પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા આદીવાસી પરિવારમાં શોકવ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મઘરવાડા ગામ પાસે નાથાભાઇની વાડીમાં રહેતો રાકેશ ઠાકરભાઇ વસુનીયા (ઉ.૨૩) ગઇકાલે વાડીએ હતો. ત્યારે પત્ની સાથે નજીવી બાબતે બોલાચાલી થતાં લાગી આવતા પતિ રાકેશે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:26 pm IST)