Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ચૂંટણી પ્રચારના ખર્ચમાં કાંતિલાલ મોખરે : ૪.૯૦ લાખ વાપર્યા : દુર્લભજીભાઈએ ૪.૫૨ લાખ ખર્ચ્યા

મોરબી જિલ્લાના ઉમેદવારોએ કેટલો ચૂંટણી ખર્ચ કર્યો? : લલિતભાઈ કગથરાએ રૃ. ૩.૮૨ લાખનો ખર્ચ કર્યો, જયંતીલાલ પટેલે રૃ. ૧૦,૩૦૦ વાપર્યા : વાંકાનેર બેઠકના ઉમેદવારોએ કર્યો સૌથી ઓછો ખર્ચ, આપના ઉમેદવારે હિસાબ રજૂ ન કરતા નોટિસ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબી- માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર બેઠકમાં ચૂંટણી ખર્ચમાં ભાજપના કાંતિલાલ અમૃતિયા મોખરે રહ્યા છે. તેઓએ ૪.૯૦ લાખ વાપર્યા છે. જ્યારે ટંકારા બેઠકમાં દુર્લભજીભાઈ દેથરિયાએ રૃ. ૪.૫૨ લાખ અને લલિતભાઈ કગથરાએ રૃ. ૩.૮૨ લાખનો ખર્ચ કર્યો છે. ઉપરાંત વાંકાનેરમાં આપના ઉમેદવારે હિસાબ રજૂ ન કરતા તેઓને નોટિસ ફટકારવામાં આવી છે.

મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવારોએ તા.૨૦ સુધી કરેલા ખર્ચના હિસાબો ચૂંટણી તંત્ર દ્વારા ચકાસવામાં આવ્યા હતા. જેમાં તમામ ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કર્યા હતા. જેની વિગતો જોઈએ તો ભાજપના કાંતિલાલ અમૃતિયાએ રૃ. ૪,૯૦,૪૬૦, કોંગ્રેસના જયંતીલાલ જેરાજભાઈ પટેલે રૃ. ૧૦,૩૦૦ અને આપના પંકજ કાંતિલાલ રાણસરીયાએ રૃ. ૫૩૪૬૪ તથા બસપાના કાસમભાઈ સુમરાએ રૃ. ૧૦,૦૩૦ ખર્ચ્યા છે.

જ્યારે અપક્ષ ઉમેદવારો અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયાએ રૃ. ૫૧૦૦, સિરાજ અમીરઅલી પોપટિયાએ રૃ. ૧૦૦૫૦, મહેશભાઈ ધનજીભાઈ જાદવએ રૃ. ૫૧૦૦, ગુલામહુશેન હનીફભાઈ મોવરએ રૃ. ૧૦૦૫૦, નિરૃપાબેન નટવરલાલ માધુએ રૃ. ૧૦૦૫૦, આરીફ મહમદહુશેન ખોરમએ રૃ. ૧૦૦૫૦, દાઉદશા રહેમાનશા શાહમદારએ રૃ. ૧૦૦૫૦, અકબર હુશેન જેડાએ રૃ. ૧૦૦૫૦, હસન અલુભાઈ મોવરએ રૃ. ૧૦૦૫૦, બળવંતભાઈ નથુભાઈ શેખવાએ રૃ. ૧૦૦૫૦, ગોપાલ વિનુભાઈ સીતાપરાએ રૃ. ૧૦૦૫૦, ઇકબાલ હુશેનભાઈ કટિયાએ રૃ. ૫૦૫૦ વાપર્યા છે.

જ્યારે ટંકારા- પડધરી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ રૃ. ૩,૮૨,૩૫૦, ભાજપના દુર્લભજીભાઈ દેથરીયાએ રૃ. ૪,૫૨,૪૬૨, બસપાના મુસાભાઇ ચનાણીએ રૃ. ૧૧,૨૦૦, આપના સંજય ભટાસણાએ રૃ. ૧૨,૧૭૨, વ્યવસ્થપા પરિવર્તન પાર્ટીના ઉમેદવારે રૃ.૧૧,૩૦૦નો ખર્ચ કર્યો છે.વાંકાનેર બેઠકમાં ભાજપના જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીએ રૃ.૩૮૦૯૦, કોંગ્રેસના મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદાએ રૃ. ૬૨,૮૦૦, બસપાના ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયાએ રૃ. ૭,૩૦૦, રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયાએ રૃ. ૩૬,૩૯૧, અપક્ષ ઉમેદવારોમાં મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયાએ રૃ.૧૧,૫૦૦, જીતેશભાઇ રૃપાભાઇ સંતોલાએ રૃ. ૧૧,૫૦૦, નરેન્દ્રભાઈ દેંગાડાએ રૃ.૬,૫૦૦, નવીનભાઈ અમૃતભાઈ વોરાએ રૃ.૧૧,૫૦૦, હીનાબેન -વીણભાઈ રૈયાણીએ રૃ. ૧૧,૦૦૦, મેરામભાઇ કરમણભાઇ વરુએ રૃ.૧૧,૦૦૦, વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલાએ રૃ.૧૧,૦૦૦, રમેશભાઈ લવજીભાઈ ડાભીએ રૃ. ૧૧,૦૦૦નો ખર્ચ કર્યો છે. જ્યારે આપના ઉમેદવાર વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણીસ હિસાબ રજૂ ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે.

(12:11 pm IST)