Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મોરબીના યાર્ડમાં કપાસ-મગફળીની મબલખ આવક

૧૬૭૦ કવીન્ટલ કપાસ, ૬૨૧ કવીન્ટલ મગફળી : કપાસનો ૧૭૦૦ થી ૧૮૨૦ જેટલો ઉંચો ભાવ

મોરબી,તા.૨૩ : મોરબીમાં દિવાળી બાદ હવે માર્કટિગ યાર્ડ ધમધમવા લાગતા કપાસ, મગફળી સહિતની આવક ધીમેધીમે વધવા લાગતા યાર્ડમાં હવે પુષ્કળ જણસીઓની આવક થવા લાગી છે. આજે ૧૬૭૦ કવીન્ટલ કપાસ, ૬૨૧ કવીન્ટલ મગફળીની આવકથી યાર્ડ ઉભરાયું હતું અને પોષણક્ષમ ભાવો સાથે હરરાજી થઈ હતી.

 મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજે કપાસ સહિતની જણસીઓની મબલખ આવક થઈ હતી. જેમાં ૧૬૭૦ કવીન્ટલ કપાસ, ૬૨૧ કવીન્ટલ મગફળીની આવક થઈ હતી સાથેસાથે ૧૫૮ કવીન્ટલ ઘઉં, ૫૨ કવીન્ટલ તલ, ૨૩ કવીન્ટલ જુવાર, ૧૨ કવીન્ટલ જીરું, ૬૨ કવીન્ટલ ચણા, ૭૨ કવીન્ટલ અડદ, ૪૪ કવીન્ટલ ગુવાર ગમ સહિતની જણસીઓની આવક થઈ હતી.ખેડૂતોને કપાસનો નીચામાં નિચો ૧૭૦૦થી ૧૮૨૦ જેટલો ઉંચો અને મગફળીનો નીચામાં નિચો ૧૦૦૧થી ૧૪૬૫ જેટલો ઉંચો ભાવ અને ઘઉંનો નીચામાં નિચો ૪૮૬ થી ૫૭૨ જેટલો ઉંચો ભાવ મળ્યો હતો.

(12:09 pm IST)