Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

પોરબંદરમાં વીજ ગ્રાહકોને કાગળની નાની સાઇઝમાં અપાતા બીલો સામે કોંગ્રેસ દ્વારા રજૂઆત

પોરબંદર તા. ર૩: કેટલાંક દિવસથી પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોને ફોર સાઇઝના મોટા કાગળમાં પ્રિન્ટ બીલને બદલે કાગળની નાની સાઇઝમાં બીલો સામે કોંગ્રેસ દ્વારા રજુઆત કરીને પ્રિન્ટ બીલ નિયમ મુજબ સાઇઝના કાગળમાં આપવા માંગણી કરી છે.

કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.ની વર્તુળ કચેરીને રજુઆતમાં જણાવ્યું છે કે રાજકોટની કોર્પોરેટ પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા 'સેવ એનર્જી ફોર નેશન' સુત્રને સાર્થક કરવાની સાથે આ વર્તુળ કચેરી હેઠળની અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, અંજાર, ભુજ, પોરબંદર તથા જુનાગઢ અને રાજકોટ રૃરલ તથા રાજકોટ સીટી એમ તમામ કચેરીઓને જુલાઇ મહિનામાં જ પરિપત્ર મોકલીને જણાવ્યું હતું કે હાલમાં પ્રવર્તમાન એલ.ટી. બીલ ફોર્મ સ્ટેશનરીની તીવ્ર અછતના કારણે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વહિવટી મંજુરી મુજબ એલ.ટી. ગ્રાહકોને વીજ બીલ આપવા માટે અલગ અલગ કાર્યવાહી કરવા જણાવાયું હતું જેમાં જે સબ ડિવીઝનમાં સો ટકા બ્લુ ટુથ પ્રિન્ટર છે ત્યાં મીટર રીડીંગ કરીને ગ્રાહકોને ડોટમેટ્રીકસ/થર્મલ પ્રિન્ટર દ્વારા જનરેટ થતી સ્લીપ વીજબીલ તરીકે આપવી જે સબડિવીઝનમાં બ્લુ ટુથ પ્રિન્ટર નથી અથવા જરૃરિયાત મુજબ નથી ત્યાં પ્રમાણસર એલ.ટી. બીલીંગની એચ.એચ.પી. ઇનપુટ ફાઇલ દ્વારા મેઇલ મર્જથી એ-ફોર સાઇઝના એલ.ટી. બીલ ફોર્મ જનરેટ કરવા સુચના અપાઇ હતી. પરંતુ તેમ છતાં પોરબંદરમાં પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા બીલ એ-ફોર સાઇઝના બદલે નાના કદના આપવામાં આવી રહ્યા છે.

(12:25 pm IST)