Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

પોરબંદરમાં મહિલા સેવા સમીતી દ્વારા જીજ્ઞાબેન મહેતાના વ્યાસાસને ભાગવત કથા

પોરબંદર, તા., ૨૩: મહિલા સેવા સમીતી દ્વારા તા.ર૭ સુધી વૃંદાવન ધામ હાઉસીંગ બોર્ડ કોલોની જીઇબી ગેઇટ સામે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો પ્રારંભ થયો છે. વઢવાણના વ્યાસાસનેથી વકતા જીજ્ઞાબેન મહેતા કથાનું રસપાન કરાવી રહયા છે.

કથાની આજે બપોરે પોથીયાત્રા નીકળી હતી. જે વિવિધ માર્ગો પર ફરીને કથા સ્થળે પહોંચી હતી. જયાં સમાજ શ્રેષ્ઠી મહિલાઓની ઉપસ્થિતિમાં કથાનો પ્રારંભ થયો હતો.

પ્રવકતા જીજ્ઞાબેન મહેતા શ્રીમદ ભગવત કથામૃતનું રસપાન બપોરે ર થી ૭ દરમિયાન કરાવી રહયા છે. સપ્તાહ દરમિયાન યોજાનારા વિવિધ ધાર્મિક પ્રસંગોમાં  આજે તા.ર૩ બુધવારે નૃસિંહ અવતાર તા.ર૪ ગુરૃવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તા.રપ શુક્રવારે ગોવર્ધન પુજા છપપનભોગ તા.ર૬ શનિવારે રૃક્ષ્મણી વિવાહ તા.ર૭ રવિવારે કથા વિરામ સાથે પુર્ણાહુતી થશે. આ દરેક ઉત્સવની ઉજવણી સાંજે પ કલાકે થશે.

કથા દરમિયાન ભકિત સભર કાર્યક્રમો સંગીતના સથવારે ભરતભાઇ રાઠોડ, બીપીનભાઇ ગોસ્વામી, ભારતીબેન ભરડા તથા શાસ્ત્રી ભરતભાઇ પ્રસ્તુત કરાવે છે.

વિરમગામ (વંથળ) આશ્રમના પ.પૂજય પુરૃષોતમ લાલજી મહારાજના આશીર્વાદ થકી વકતા જીજ્ઞાબેન મહેતાએ ૧૦૮ ભાગવત કથા કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પોરબંદરમાં તેમની ૭પમી કથા છે. જેમાં રાજીવનગર ઓમ કારેશ્વર મંદિર, કર્લીપુલના વાછરાદાદા મંદિર, બ્રાહ્મણ સોસાયટી સિધ્ધેશ્વર મંદિર અને હાઉસીંગ બોર્ડમાં ચોથી કથાનો પ્રારંભ થયો છે. મહિલા સેવા સમીતી દ્વારા કથાનો પ્રારંભ થયો છે. મહિલા સેવા સમીતી દ્વારા કથાનું રસપાન કરવા નિમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવ્યું છે.

(12:04 pm IST)