Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

પોરબંદરમાં સ્વ. જમનાબેન ગગનભાઇ શિયાળની સ્મૃતિમાં મેગા મેડીકલ કેમ્પ યોજાયો : ૫૫૦ દર્દીઓને લાભ

પોરબંદર,તા.૨૩ સમસ્ત ખારવા સમાજ, હિરાલાલભાઇ શિયાળ, રણછોડભાઇ શિયાળ, વાણોટ પવનભાઇ શિયાળના આર્થિક સહયોગથી સ્વ. માતૃશ્રી જમનાબેન ગગનભાઇ શિયાળની સ્મૃતિમાં અમદાવાદની પ્રખ્યાત નારાયણા મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને પોરબંદરના પ્રખ્યાત ડોકટરોના સથવારે મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો. આ મેડીકલ કેમ્પનો ૫૫૦ દર્દીઓએ લાભ લીધો હતો.

આ મેડીકલ કેમ્પમાં અમદાવાદની પ્રખ્યાત નારાયણા મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડો. વ્યોમ મોરી, બાયપાસ સર્જરી તથા વાલની સર્જરીના નિષ્ણાંત ડો. અભિષેક પરમાર, યુરોલીજીસ્ટ કીડનીના નિષ્ણાંત ડો. પ્રણય  પટેલ, મગજ, મણકા તથા કરોડરજ્જુના નિષ્ણાંત ડો.નિકુંજ ગોધાણી, દરેક પ્રકારના કેન્સરના નિષ્ણાંત ડો. મનિષ સાધવાણી, જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જન, સાંધા બદલવાના નિષ્ણાંત ડો. ધ્રુવ પંડયા, પોરબંદરના પ્રખ્યાત એમ.ડી.ફીજીશયન -ડો. સુરેશ ગાંધી, એમ.એસ.સર્જન ડો. અશોકભાઇ ગોહેલ, એમ.ડી.ફીજીસીયન, ડો. સિધ્ધાર્થ જાડેજા, એમ.ડી.ડો. પર્યન્તસિંહ વાળા તથા ડો. જીગ્નેશ લોઢારી, હાડકાના નિષ્ણાંત ડો. રાહુલસિંહ પરમાર, બાળ રોગના નિષ્ણાંત, ડો.જય બદિયાણી, ચામડી રોગના નિષ્ણાંત, ડો. મોનાબેન પુરોહીત તથા ડો. રાજવીબેન રાજશાખા,  સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. નસરૃમ યુસુફ છુટાણી, આંખના નિષ્ણાંત ડો. નયન જેઠવા, રીટાર્યડ સી.એમ.ઓ.ડો. ભરત ગઢવી, દાંતના નિષ્ણાંત ડો.હિમાંશુ ગઢવી, તથા કુપાલીબેન પટેલ, ફીજીયોથેરેપી ડો. રાજ પંડયા, મેડીકલ ઓફીસર, ડો. કૃતીબેન રાડીયા તથા ડો. બંસરીબેન મદલાણી, ડો. ઉમેશભાઇ બરીદુન, ડો. નિર્મલાબેન માલમ, ક્રીટીકલ કેર સ્પેશીયાલીસ્ટ ડો. પ્રભાવ પટેલ, રેડીયોલોજીસ્ટ ડો. જયેશ ડાભી, તેમજ રાજ ગરેજા, પાબારી લેબોરેટરીના પ્રફુલભાઇ પાબારી ઉપસ્થિત રહેતા હતા. અન્ય ઉપસ્થિત આગેવાનો માં માજી વાણોટશ્રી પ્રેમજીભાઇ ખુદાઇ, હરજીવનભાઇ કોટીયા, વણાકબારા ખારવા સમાજના વ્યકિત કરશનભાઇ ચામડીયા, તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.

આ મેડીકલ કેમ્પના પ્રોજેકટ ચેરમેન રણછોડભાઇ શિયાળ તેમજ ડો. સુરેશભાઇ  ગાંધી દ્વારા આ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તેમની સાથે જયુભાઇ પારેખ, પોરબંદર ખારવા સમાજન પંચપટેલ/ ટ્રસ્ટીશ્રીઓ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ કાન્તીભાઇ લોઢારી તેમજ કમીટી મેમ્બરશ્રીઓ, ખારવા સમાજ સંચાલીત રત્નાંકર સ્કુલના પ્રમુખ કાનજીભાઇ મુકાદમ તેમજ સ્કુલના શિક્ષકગણ અને સ્ટાફ, દ્વારા સેવાઓ આપવામાં આવેલ. આ મેગા મેડીકલ કેમ્પમાં જુદી-જુદી સમાજના ૫૫૦ જેટલા ભાઇઓ -બહેનોએ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં વિનામુલ્યે રીપોર્ટ તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવેલ. મેડીકલ કેમ્પમાં ડોકટરોએ પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ સૌનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

(11:59 am IST)