Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ઘરની ધોરાજી...ઘરનો ઉમેદવાર... પહેલો સગો પાડોશી...જેવા પોસ્ટરો લાગ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી  : ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારને લઈ ફરી શહેર ભરમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા હતા. ધોરાજી પોસ્ટર વોર માટે જાણીતું છે. સામાન્ય સમસ્યા હોય કે સાર્વજનિક લોક પ્રશ્નો લોકો તેમની માગણી પોસ્ટર લગાવી કરતા રહે છે. થોડા દિવસ પહેલા સ્થાનિક ઉમેદવાર ની માંગ લઈ બેનર લાગ્યા હતા. જેમા કોઈપણ પક્ષ સ્થાનિક ઉમેદવાર ને ટિકિટ ફાળવે તેવી માગણી થઈ હતી.

આજે ફરી સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર 'સ્થાનિક ઉમેદવાર' અને 'ઘરની ધોરાજી ઘરનો ઉમેદવાર' તેમજ પેહલો સગો પાડોશી આવા પ્રકારના બેનર લાગતા ભારે ચર્ચા અને અટકળો ઉઠી છે. જોકે બેનર કોના દ્વારા લગાવવામાં આવ્યાં તે બહાર નથી આવ્યુ.(

(12:20 pm IST)