Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

દામનગરમાં માલધારી સંમેલન યોજાયું સરકારની નિતીરીતિની ઝાટકણી કાઢતા અગ્રણી

દામનગર તા. ૨૩ :  શહેરના સરદાર ચોક ખાતે માલધારી સંમેલન યોજાયું હતું. ગુજરાત સરકારની પશુપાલકો વિરુદ્ધ ની નીતિ રીતિ ની ઝાટકણી કાઢતા શલેશ મેર અને મેહુરભાઈ લવતુકાને સંભાળવા હજારોની મેદનીથી ખીચોખીચ ભરાયેલ સરદાર ચોકમાં લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી હજારો માલધારી ઓની ઉપસ્‍થિતિ માં પશુપાલકોને થતા અન્‍યાય વિશે માર્ગદર્શન આપતા વક્‍તાઓ દ્વારા સરકારની અન્‍યાયી નીતિ રીતિ વિરુદ્ધ ભારે આક્રોશ સાથે માલધારી સમાજે એકતા દર્શાવી પશુપાલકોને થતા કાયમી અન્‍યાય સામે બુલંદ અવાજ ઉભો થયો હતો. ઘટતા જતા ગૌચર ઢોર માલિકો ઉપર વધતા કેસ પ્રોત્‍સાહન નીતિ ઓને બદલે પાડી દેવાની વળત્તિ સામે આગેવાનો દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી ગૌચરની જમીનોના વધતા જતા દબાણો સહિત પશુપાલકને અનેક મુદ્દે અન્‍યાયી નીતિ રીતિ ઓની ઝાટકણી કાઢતા માલધારી અગ્રણીઓ  માલધારી સમાજના સંમેલનમાં સંતો અને અગ્રણીઓને સાંભળવા હકડેઠઠ જનમેદની જોવા મળી હતી.

 

 

(11:56 am IST)