Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જૂનાગઢમાં યુવાનને પત્‍ની, સાળા, સસરાએ ઢીબી નાખ્‍યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩ : જૂનાગઢમાં એક યુવાનને તેની પત્‍ની, સાળા અને સસરાએ ઢીબી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઇ હતી. જૂનાગઢમાં જોશીપરામાં ગણેશનગરમાં રહેતા ૩૩ વર્ષીય મોહિતભાઇ મહેશભાઇ રાવલની પત્‍ન માધુરીબેન સોમવારે મારે તારી સાથે નથી રહેવું' તેમ કહી પોતાના પિયર જતા રહ્યા હતા.આ પછી ગઇ કાલે વહેલી સવારના માધુરીબેન તથા તેનો ભાઇ રવિ અને પિતા તુલસીદાસભાઇ મોહિતભાઇના ઘરે આવી તું અહિં શુ કામ સુતો છે' તેમ કહીને ગાળોનો વરસાદ વરસાવ્‍યો હતો.બાદ પત્‍ની, સાળા અને સસરાએ મોહિત રાવલને આડેધડ ઢીકાપાટુનો મારમારી અને જાનથી પતાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ યુવાને નોંધાવતા બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:54 am IST)