Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મહેતા યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષામાં ચાર કોપીકેસ

જૂનાગઢ,તા. ૨૩ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિવિધ ૨૨ કેન્દ્રો ઉપર અનુસ્નાતક કક્ષાની સેમ-૩ની એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી., એમ.આર.એસ., એમ.એસ.ડબલ્યુ., એલએલ.બી., એલએલ.એમ., એમ.એડ. ની પરીક્ષાના બીજા દિવસે બે સેશનમાં કુલ ૫૩૬૯ વિદ્યાર્થીઓમાંથી ૧૫૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

બીજા દિવસના અંતે ઉના ખાતે ૩ તથા જુનાગઢ ખાતે ૧ મળી કુલ ૪ કોપીકેસ કરવામાં આવ્યા હતાં. જેમાં એલએલ.બી. સેમ-૩માં ઇન્ડસ્ટ્રીયલ લો, લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લો વિષયમાં અને  એલએલ.એમ. સેમ-૩માં ફોરેન્સિક સાયન્સ વિષયમાં કોપીકેસ થયા હતા. અલગ-અલગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનીટરીંગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

(11:51 am IST)