Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જામનગરમાં ખૂનનો આરોપી ફોગો રાઠોડ ઝડપાઇ ગયો

જામનગર તા. ર૩ :.. જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી. ડી. વસાવા ના માર્ગદર્શન હેઠળ સીટી સી ડીવીઝન પો. સ્ટે.ના પોલીસ ઇન્સ. પી. એલ. વાઘેલા, તથા પો. ઇ. એન. એ. ચાવડાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો. સબ. ઇ. કે. આર. સીસોદીયા સર્વેલન્સ  સ્ટાફના માણસો સાથે જામનગર સીટી સી ડીવી. પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦ર૦૦રરર૧૭૬૯ આઇપીસી કલમ ૩૦ર, ૩ર૩, પ૦૪, તથા જી. પી. એકટ કલમ ૧૩પ(૧) મુજબનો મર્ડરનો ગુન્હો દાખલ થયેલ જેમાં આરોપી હીતેષ ઉર્ફે ફોટો બાબુભાઇ રાઠોડ રહે. હનુમાન ટેકરી, વાળાની તપાસમાં હતા.

દરમ્યાન હ્યુમન સોર્સ દ્વારા પો. સબ. ઇ. કે. આર. સીસોદીયા તથા પો. કો. મહેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા તથા ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગરની હકિકત આધારે મર્ડરના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપીને હસ્તગત કરેલ છે.

સામાન્ય બોલચાલી થતા મારામારી થયેલ જેમાં આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ મરણજનાર ને છરી વડે ઇજા કરતા મોત નિપજાવેલ.

આ સમગ્ર કામગીરી  પોલીસ ઇ. પી. એલ. વાઘેલા, એન. એ. ચાવડા, પો. સબ. ઇ. કે. આર. સીસોદીયા, એએસઆઇ આર. એમ. કનોજીયા, એચસી ફેઝલભાઇ મામદભાઇ ચાવડા, જાવેદભાઇ કાસમભાઇ વજગોળ, પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, મગનભાઇ એચ. ચંદ્રપાલ, મહેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા, પીસી હીતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઇ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર, હરદીપભાઇ વસંતભાઇ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, સંદીપભાઇ જરૃએ કરી હતી.

(12:25 pm IST)